અંડામાન નિકોબારથી ૭૦૦ કિ.મી.ના અંતરે ભારતીય હોસ્પિટલ બનશે
ત્રિપક્ષીય મૈત્રી સંબંધોને મજબુત કરવા સબંગમાં દરિયાઈ પોર્ટ ઉભુ કરવા ઈન્ડોનેશીયાએ ભારતને આમંત્રણ આપ્યું છે. ત્યારે ગઈકાલે દિલ્હીની જનતાને સંબોધતા જોકવી સરકારના મેરીટાઈમ અફેર મિનિસ્ટર લુહુત પંડજૈતને કહ્યું હતુ કે ૨૦૧૭માં ભારત અને ઈન્ડોનેશિયાએ નવાલ ખોદકામની શઆત કરી હતી પરંતુ આપણે સબાંગનાં બંદરને વધુ વિકસીત કરી શકીએ છીએ.
તે ભારતમાં બની રહેલા સબાંગ બંદરને અદભૂત બનાવશે સબાંગ બંદર ૪૦ મીટર ઉંડુ રહેશે જે સબમરીન માટે પણ સુવિધાભર્યું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈન્ડોનેશીયામાં યોજાઈ રહેલા બીલેટરહન સમીટમાં જોકો વિડોડો સાથે હાજરી આપશે.ત્યારે મોદી સબાંગમાં ભારતીય હોસ્પિટલની ઘોષણા કરી શકે છે. જે અંડામાન અને નિકોબારથી ૭૦૦ કીમીની દૂરી પર છે.
બહુતે જણાવ્યું હતુ કે જોકબી સરકાર ઈચ્છે છે કે ભારત પણ અર્થતંત્રના વિસ્તારમાં રોકાણ કરે જેનો વિકાસ હજુ થયો નથી. ભારતથી ઈન્ડોનેશિયા કેટલુ નજીક છે. જે જોવા માટે મોદી દરિયાઈ સફર માણે તેવી શકયતાઓ છે. હવેથી ભારતીય કોસ્ટ ગાર્ડ વહાણો ઈન્ડોનેશીયન બંદરો સાથે કાયમી વ્યાપારો સાથે જોડાય તો બંને દેશોની મૈત્રી વધી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com