ભારતીય કેદીઓમાં માનસીક અસ્થિર, મહિલાઓ, બાળકો અને વૃઘ્ધોની સારવાર કરાશે
પાકિસ્તાનમાં કેદ ભારતીયોની દેખરેખ અને સારવાર માટે ભારતે ર૦ ડોકટરોની પેનલને પાકિસ્તાન મોકલવા માટેનો પ્રસ્તાવ કર્યો છે.
જેના ભાગરુપે ડોકટરો માનસીક વિકલાંગ, મહિલાઓ, બાળકો અને વૃઘ્ધ લોકોની સારવાર કરશે. જે છુટકારો મેળવવા માટે વલખી રહ્યા છે. જો કે આ પ્રસ્તાવ હજુ પાકિસ્તાન સમક્ષ રજુ કરવામાં આવ્યો નથી. બન્ને દેશો વચ્ચે વિઝા એક મોટું પડકાર રહ્યું છે ત્યારે પાકિસ્તાન આટલી સંખ્યામાં ડોકટરો અને મેડીકલ નિષ્ણાતોની ટીમને વિઝા આપશે કે કેમ એતો આવનારો સમય જ દર્શાવશે.
જેના મુદ્દે બન્ને દેશો વચ્ચે કરાર થવાના હજુ બાકી છે. આમ કરવાથી ભારત-પાક. વચ્ચેની કુટનૈતિક પરેશાનીનો અંત થા માટે આ નિર્ણય લેવાયો છે.
આ પૂર્વ ઇસ્માદાબાદમાં ભારતીઓ માટેના રહેણાંક બનાવવાની પ્રસ્તાવના કરાઇ હતી પરંતુ આ નિર્ણયને મંજુરી મળી નહતી તો ભારત સરકારે પણ પાકિસ્તાની સરકાર પર આરોપ મુકયો છે અને પાકિસ્તાની વિશેષ મંત્રાલય સાથે આ બાબતે ચર્ચા કરવાનું કહું છે. જો કે કેદી ભારતીઓ માટેની વ્યવસ્થા સરકારની જવાબદારી છે.
આ એગ્રીમેન્ટ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને પાક. હાઇ કમીશ્નર સોહેલ મેહમુદ વચ્ચેની મિટીંગમાં કહેવાયો હતો.
સુષ્માએ જણાવ્યું હતું કે કેદીઓમાં વૃઘ્ધ, બાળકો, મહીલાઓ અને માનસીક અસ્થિર લોકો પણ છે.
જેની દેખરેખ જરુરી છે આ પ્રસ્તાવમાં પાકિસ્તાને સુષ્મા સ્વરાજની સલાહને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
બન્ને દેશો વચ્ચે છેલ્લા થોડા સમયથી રાજનૈતિક સતામણી સામે આવી છે ત્યારે પાકિસ્તાન ઇચ્છે છે કે ભારત દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે શાંતિપૂર્વક નિર્ણયો થાય તેવા કરારો સાઇશ કરે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,