૧૧મી સદીનું આ પૌરાણીક મંદિર ૮૦૦ મીટરમાં વિસ્તરેલું છે
ભારતે હવે કમ્બોડીયાના શિવ મંદિરના ર્જીણોધ્ધારની જવાબદારી ઉઠાવી છે કમ્બોડીયામાં ૧૧મી સદીનું આ મંદિર ખૂબજ જર્જરીત થઈ ગયું છે. જેના સમારકામમાં ભારત વ્હારે આવ્યું છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કમ્બોડીયાના પ્રકાશ સોખોન સાથે દ્વિપક્ષીય બહુપક્ષીય અને મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદાઓ પર ચર્ચા કરી અને બંને દેશોના સંબંધો વધુ સારા થાય તે માટે કરાર પણ કર્યા.તો બીજી તરફ કંબોડીયાના રિમોટપ્રેકા વિહાર જેન ‘પ્રીકવિહાર’ મંદિર પણ કહેવામાં આવે છે. આ ૧૧મી સદી પહેલાના મંદિરનો ર્જીણોધ્ધાર ભારત કરશે તેવો કરાર પણ થયો.યુનેસ્કો અનીસાર ૮૦૦ મીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલું આ મંદિર ખૂબજ પૌરાણીક છે અને તેમાં સીડીઓ તેમજ ફૂટપાથો પણ છે આ મંદિરનો ઈતિહાસ ૯મી શતાબ્દીમાં જોવા મળે છે.
કંબોડીયાનું આ શિવમંદિર જે જગ્યા પર સ્થિત છે. તે ખૂબજ આહલાદ છે. ચારે તરફ વૃક્ષો પર્યાવરણની દ્રષ્ટીએ પણ ખૂબજ સુંદર દેખાતો વિસ્તાર ધાર્મિક દ્રષ્ટીએ પણ તેનું મહત્વ વધારે છે. કમ્બોડીયાના દક્ષિણ પૂર્વમં આવેલું આ શિવમંદિર જર્જરીત થતા ભારતે તેના ર્જીણોધ્ધારની જવાબદારી ઉઠાવી છે.