- અમદાવાદમાં કેન્દ્રીય બજેટ અંગે ચર્ચા કરતા ભારત સરકારના રાજયમંત્રી ડો. જીતેન્દ્રસિંહ
- અમદાવાદના ખાતે કેન્દ્રિય રાજયમંત્રી ડો.જીતેન્દ્રસિંહએ કેન્દ્રિય બજેટ 2025 સંદર્ભે બુદ્ધીજીવીઓ સાથે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રઘાન મોદીના નેતૃત્વમાં ભારત વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લીયર એનર્જીનું ઉત્પાદન કરશે તેવો વિશ્વાસ છે.
કેન્દ્રિય બજેટ સંદર્ભે અમદાવાદના જીસીસીઆઇ ખાતે કેન્દ્રિય રાજયમંત્રી ડો.જીતેન્દ્રસિંહ એ બુદ્ધીજીવીઓ સાથે બજેટ સંદર્ભે ચર્ચા કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ સહપ્રવકતા પ્રેરકભાઇ શાહ તેમજ જૈનિકભાઇ વકિલ,ડો.શ્રદ્ધા રાજપુત, પ્રદેશ મીડિયા વિભાગના સહ ક્ધવીનવર ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.
ડો.જીતેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા વર્ષ 2025-26નું બજેટ સંસદમા રજૂ થયુ હતું જે વિષય પર જીસીસીઆઇ ખાતે બુદ્ધીજીવી વ્યકિતિઓ સાથે બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના વિકસીત ભારતના વિઝનને રજૂ કરતુ બજેટ છે. આ બજેટ ફ્યુચરીસ્ટીક,રિવોલ્યુશન અને બોલ્ડ બજેટ છે. બજેટ તમામ વર્ગના લોકોને ધ્યાને રાખીને રજૂ થયું છે. કરદાતાઓને બજેટમાં ઘણી મોટી રાહત આપવામાં આવી છે જે 2014 પહેલા કેટલી હતી અને મોદી સાહેબની સરકાર પછી કેટલી કરરાહત આપવામાં આવી છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. વડાપ્રઘાન મોદીના નેતૃત્વમાં ભારત વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લીયર એનર્જીનું ઉત્પાદન કરશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થઇ રહી છે, અને વિશ્વના દેશો પણ માને છે કે મોદીના નેતૃત્વમાં ભારત વિકસીત રાષ્ટ્ર બનશે.આ બજેટ થી ભારતની શાખ વધી છે અને આવનાર સમયમાં ભારત અન્ય દેશો માટે પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ છે. મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના સમયે ખૂબ સારી લડત આપી છે. દેશમાં આજે મેડિકલ કોલેજો વધી છે. બજેટ થી દરેક વર્ગનો એક જ સરખો વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.