ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 ઓગસ્ટથી સાઉથમ્પટનમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે. ઇંગ્લેન્ડ 5 મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમ આ મેચ જીતી શ્રેણીમાં બરાબરી કરવા ઉતરશે. ભારત માટે સિરીઝ બચાવવા માટે આ ટેસ્ટ જીતવી જરૂરી છે. બીજી તરફ ભારતની જીતથી ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરી શકે છે.

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારત જીત મેળવવા ઉતરશે

વિરાટ કોહલીએ જ્યારથી ટીમની કમાન સંભાળી છે ત્યારથી તે દરેક મેચમાં બદલાવ કરતો જોવા મળ્યો છે. હવે જોવુ રહ્યું કે ચોથી ટેસ્ટમાં પણ વિરાટ બદલાવ કરે છે કે નહી. ભારતીય ટીમમાં શિખર ધવન અને લોકેશ રાહુલ ઓપનર તરીકે ઉતરશે. મિડલ ઓર્ડરની જવાબદારી ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે પર છે. હાર્દિક પંડ્યા ફોર્મમાં આવતા ભારતીય ટીમ મજબૂત બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.