ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને એક વર્ષ પુરું થવા જઈ રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડવા માંગતુ નથી અને નવા નવા ષડયંત્રો રચ્યા કરે છે. જોકે ભારતની જનતા એવું ઈચ્છે છે કે ભારતીય સેના આંતકીઓનો ખાતમો કરી નાખે. જે લોકોએ અત્યાર સુધી ભારતને કાળાં પાણીએ રડાવ્યા છે. જેમાં તે 1993માં થયેલો મુંબઈ હુમલો હોય કે પછી ગત વર્ષે થયેલો ઉરીનો હુમલો હોય. ભારતના આ દુશ્મનો પાકિસ્તાનના ઈશારે કામ કરી રહયાં છે. ભારતના દુશ્મનોમાં દાઉદ, હાફીઝ સૈયદ અને મસૂદ અઝહરનું નામ પણ સામેલ છે. માહિતી છે કે અત્યારે આ ત્રણેય પાકિસ્તાનમાં છુપાઈને બેઠા છે. જો ભારતીય સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે તો તાત્કાલિક જ ભારતનાં બધા દુશ્મનોનો ખાતમો બોલાઈ જાય. ભારતનાં મુખ્ય ત્રણ દુશ્મનો 1) દાઉદ – હાલમાં દાઉદ પાકિસ્તાનના કરાંચીમાં આવેલા ક્લીફ્ટન વિસ્તારમાં રહે છે. – દાઉદે 1993માં મુંબઈમાં હુમલો કર્યો હતો. – ગત 23 વર્ષથી આ સિલસિલો ચાલુ છે. 2) હાફિઝ સૈયદ – હાફિઝ પણ પાકિસ્તાનમાં છે. – તે પાકિસ્તાનમાં જુદા-જુદા નામોથી દુકાન ચલાવી રહ્યો છે. જોકે સર્જિકલ સ્ટ્રાઈક બાદ સૈયદે પોતાના ઠેકાણાં બદલ્યા છે. તે પાકિસ્તાનમાં ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યો છે. 3) મસૂદ અઝહર – અઝહર પાકિસ્તાનથી આતંકવાદની દુકાન ચલાવી રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ તે પણ હવે નવી જગ્યાએ રહે છે
Trending
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?