મેગા નવલ એકસરસાઈઝને ‘મિલન’ નામ અપાયું
ઈન્ડિયન નેવી ૧૯૯૫થી આયોજન કરે છે
મેગા નવલ એકસરસાઈઝમાં ઓસ્ટ્રેલિયા મલેશિયા માલદીવ્સ, મોરેશીયસ મ્યાંમાર ન્યુઝીલેન્ડ ઓમાન વિયેતનામ થાઈલેન્ડ, તાન્ઝાનીયા શ્રીલંકા, સીંગાપોર, બાંગ્લાદેશ, ઈન્ડોનેશીયા, કેન્કંબોડીયા, વિગેરે દેશોની નૌ સેના અને શીપો ભાગ લેશે
સમુદ્રમાં ડ્રેગન (ચીન)ના પગ પેસારાને રોકવા ભારત સહિત ૧૬ દેશોની નૌ સેના મેગા નવલ એકસરસાઈઝ કરશે. આ કવાયતનો આગામી તા. ૬ માર્ચથી આરંભ થશે.
આંદામાન અને નિકોબાર આઈસલેન્ડસમાં યોજાનારી નૌ સેના કવાયતને ‘મિલન’ એવું સૂચક નામ અપાયું છે.
ભારતીય નૌ સેનાના પ્રવકતા નેવી કેપ્ટન ડી.કે. શર્માએ જણાવ્યું હતુ કે મેગા નવલ એકસરસાઈઝમાં ઓસ્ટ્રેલિયા મલેશિયા માલદીવ્સ, મોરેશીયસ મ્યાંમાર ન્યુઝીલેન્ડ ઓમાન વિયેતનામ થાઈલેન્ડ, તાન્ઝાનીયા શ્રીલંકા, સીંગાપોર, બાંગ્લાદેશ, ઈન્ડોનેશીયા, કેન્કંબોડીયા, વિગેરે દેશોની નૌ સેના અને શીપો ભાગ લેશે નવલ ઓફીસરો એક બીજા સાથે રક્ષા મામલે આઈડીયા શેર કરશે.
ગત નવેમ્બરમાં પણ ઈન્ડીયા યુ.એસ., જાપાન અને ઓસ્ટ્રેલીયાએ આ રીતે કવાયત કરી હતી. ૧૯૯૫ થી ‘મિલન’નું આયોજન થાય છે. આ આયોજનના યજમાન ઈન્ડીયન નેવી છે