અમેરિકાએ ૨૦૦ જેટલી ભારતીય વસ્તુઓ પર મુકેલા પ્રતિબંધની દૂરોગામી અસરોને ધ્યાનમાં રાખીને ભારતે મંત્રણા માટેના પ્રયાસો હાથ ધર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડટ્રમ્પ દ્વારા ભારતના જીએસપી દરજજાની સમાપ્તીનો નિર્ણય કોઈ પણ પ્રકારના વિચારવગર બનાવવાનું અમલીય કર્યું છે. ટ્રમ્પે ૪ માર્ચે નિર્ણય જાહેર કરીને ભારતનું જીએસપી દરજજો રદ કર્યો હતો. ભારતને જીએસપીનાં માધ્યમથી વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારી આ યોજનાથી જીએસપી પ્રાપ્ત દેશોની હજારો વસ્તુઓ કોઈપણ પ્રકારના ટેક્ષવગર અમેરિકાને આયાત કરવાની છૂટ મળે છે.
૨૦૧૭ના વર્ષમાં આ યોજનાનો ભારતે ખૂબ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. અને ૫.૭ અબજની વસ્તુઓની અમેરિકામાં નિકાસ કરી હતી.
ભારતમાં ગયા વર્ષે અમેરિકાના ટ્રેડવોર અંગેના વલણ માટે આકરા તેવર અખ્ત્યાર કર્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે ચાલતી ટ્રેડવોરમાં ભારત સાથેના વ્યવહારોમાં આવનારી તબદીલી અંગે ભારતે મંત્રણાઓના દ્વાર ખૂલ્લા રાખ્યા હતા.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પે મુકેલા પ્રતિબંધના કારણે અમેરિકામાં થઈ ભારતની ૨૦૦૦ જેટલી વસ્તુઓની વ્યાપારય માટે વાટાઘાટોની તૈયારી હાથ ધરી હતી વોશિંગ્ટનના પ્રવકતાએ જણાવ્યું હતુ કે અમેરિકા તેના વ્યવહાર અને હિત માટે કોઈ બાઠધછોડ કરવાનું નથી ચીન અમેરિકાની ટ્રેડવોરમાં વિશ્ર્વનો મોટાભાગના વ્યાપાર અસરગ્રસ્ત થવાનો છે. ત્યારે ભારતના વ્યાપાર ઉદ્યોગને સુરક્ષીત કરવા માટે ભારતે મંત્રણાનો તખ્તો તૈયાર રાખ્યો છે. વેપાર અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોએલે છઠ્ઠી જુને વ્યાપાર ઉદ્યોગના માંધાતાઓ સાથે મંત્રણાઓ કરી આ અંગે ચર્ચા કરી હોવાનું વેપાર મંત્રાલયના પ્રવકતા મણીદીપા મુર્ખજીએ જણાવ્યું હતુ.
ઉલ્લેખનય છે કે ગયા વર્ષે ભારત અમેરિકા દ્વારા લાદેલી ઉચી કરની રકમ અંગે વિરોધ કર્યો હતો. ચાઈના અને યુરોપીયન સંઘ અને નવી દિલ્હીએ ટ્રમ્પ સરકારના આ નવા કરભારણ અને ટ્રેડવોરને લઈને મંત્રણાઓ કરી હતી ટ્રમ્પ સરકાર દ્વારા ૫.૭ બિલીયન ડોલરના વ્યાપાર પર અસર કરનારા આ નિર્ણયથી ઈમિટેશન જવેલરી, ચામડાનો માલસામાન, દવાઓ રસાયણ પ્લાસ્ટિક જેવી વસ્તુઓના વ્યાપાર પર કર ભારણ મુકયો છે. ત્યારે અમેરિકાએ ભારતનાં વ્યાપાર ઉદ્યોગ ટેકો આપવા ડોનાલ્ડ ટ્રમ્પના સચિવએ ભારત આવીને આ અગે વાટાઘાટો ચલાવી હતી અમેરિકાએ ભારત સાથેના વ્યાપાર સંબંધો પૂરા કરવાનાં નિર્ણય સામે ભારતે મંત્રણાઓનો તખ્તો તૈયાર કર્યો છે. અમેરિકા સાથેના વ્યાપાર સંબંધોની વિસંગતતા દૂર કરવા ભારતના પ્રયત્નોને અમેરિકા કેવી રીતે હાથ પર લે છે તેના પર મીટ મંડાયેલી છે.
ભારત, ઓસ્ટ્રેલિયા જાપાન, સાથે અમેરિકાનો વ્યહેવાર તેની ચીન નીતિને આધારીત છે. ત્યારે અમેરિકા અને ભારત વચ્ચે વિકસતા સંબંધોનો ખાસ કરીને ભારત સાથેના સંરક્ષણ અંગેના કરારો, વ્યાપાર અણુ ઉર્જા રિસર્ચ ફાઉન્ડેશન અને બૌધ્ધિક ભાગીદારીના સંબંધો ઉપરાંત અમેરિકા ભારત માટે સૌથી મોટુ શસ્ત્ર નિકાસકાર દેશ છે. ત્યારે પાંચ વર્ષમાં અમેરિકા સાથે ભારતનો વ્યવહાર ૫૫૦% વધુ છે. ભારત અમેરિકા વચ્ચેનો એક એક બીલીયન ડોલરનો વ્યાપાર વધારો અમેરિકાના પ્રતિબંધના પગલે પાડી ભાંગવાનાઆધારે ઉભો છે. અમેરિકાના બસો જેટલી વસ્તુઓ પર પ્રતિબંધની દૂરોગામી અસરને ધ્યાને લઈને ભારત અમેરિકા સાથે સંબંધ પુન: રાબેતા મુજબ થઈ જાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા.
અમેરિકાએ ચીનના ટ્રેડવોરમાં ૨૦૦થી વધુ વસ્તુઓ ડયુટીમાં વધારો ઉપરાંત આ પ્રકારનાં ટ્રેડવોરમાં હવે ચીનના શિક્ષણ ઉદ્યોગ પર પણ અમેરિકાએ લગામ મૂકી છે.ત્યારે અમેરિકાએ જગત આખાનેક લાકડીએ હાંકવાની વાત ભારત જેવા મિત્ર રાષ્ટ્ર માટે અમલમાં મૂકવ બરાબર ન ગણાયં ભારત સાથે લશ્કર અને અણુપ્રસાર સંધી જેવા મુદાઓ અમેરિકાને ધ્યાને લેવાજ જોઈએ.