મહાન બેટ્સમેન ગ્રેગ ચેપલ માને છે કે ઓસ્ટ્રેલિયા આગામી ચાર મેચની ટેસ્ટ શ્રેણી જીતી શકે છે કારણ કે ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ જેવા મહત્વના ખેલાડીઓની ઇજાઓને કારણે ભારતીય ટીમ નબળી દેખાય છે. માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ પંત લગભગ એક વર્ષ સુધી રમી શકશે નહીં, જ્યારે બુમરાહ પીઠની ઈજાને કારણે પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર છે.
બીજી બાજુ વાત કરવામાં આવે તો, પંત ટીમમાંથી ઇજાના કારણે બહાર હોય તેવામાં વિકેટ કીપીંગમાં પણ ટિમ ઈંડિયાને ઘણી નુકશાની થઇ શકે તેમ છે કેમ કે હાલમાં ઈશાન કિશાન પણ નબળા ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. તેવામાં રૂષબ પંતની ખોટ વર્તાશે તે નિશ્ચિત છે.
ચેપલે વધુમાં જણાવ્યુ હતું કે, ઓસ્ટ્રેલિયા શ્રેણી જીતી શકે છે. ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા મહત્વના ખેલાડીઓની ઈજાના કારણે ભારતીય ટીમ નબળી દેખાઈ રહી છે. વિરાટ કોહલી પર ભારે ભરોસો રહેશે.
તેણે કહ્યું, ‘ડેવિડ વોર્નર ફોર્મમાં નથી અને તેણે ભારતમાં પોતાનો ટેસ્ટ રેકોર્ડ સુધારવો પડશે. ઉસ્માન ખ્વાજા, એલેક્સ કારી, ટ્રેવિસ હેડ અને કેમેરોન ગ્રીને શાનદાર સ્પિનરો સામે પોતાની કસોટી કરવી પડશે. માર્નસ લાબુશેન તેની કારકિર્દીની પ્રથમ મોટી પરીક્ષા આપશે.ચેપલે કહ્યું, ‘ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રતિભા અને કૌશલ્યનો ભરપૂર ઉપયોગ કરવો પડશે. ભારતમાં જીતવું હવે એટલું મુશ્કેલ નથી. હવે નિયમિત પ્રવાસો થઈ રહ્યા છે અને આઈપીએલમાંથી ઘણો અનુભવ મેળવ્યો છે.