સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન તરફના તેના લક્ષ્યો જાહેર કરતું ભારત
ભારતે સંયુક્ત રાષ્ટ્રને પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન તરફના તેના લક્ષ્યો વિશે જાણ કરી છે. ભારતે કહ્યું છે કે રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન હેઠળ, ભારત 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા સંસાધનોમાંથી લગભગ 50 ટકા વીજળી પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. વધુમાં, ભારત હવે 2005ના સ્તરથી 2030 સુધીમાં જીડીપીના ઉત્સર્જનની તીવ્રતામાં 45 ટકાનો ઘટાડો કરશે.
ભારતે કહ્યું છે કે તે 2070 સુધીમાં ચોખ્ખા શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે. યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્ધવેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જની વેબસાઈટ પર અપલોડ કરાયેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે, ગ્રીન ક્લાઈમેટ ફંડ સહિત ટેક્નોલોજીના ટ્રાન્સફર અને ઓછા ખર્ચે આંતરરાષ્ટ્રીય ધિરાણની મદદથી બીજા જથ્થાત્મક લક્ષ્યનો અમલ કરવામાં આવશે. એનડીસીનો અર્થ છે રાષ્ટ્રીય યોજનાઓ અને પ્રતિજ્ઞાઓ જે વૈશ્વિક તાપમાનમાં પૂર્વ-ઔદ્યોગિક સ્તરોથી 2 સેલ્સિયસ ઉપર જાળવવાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કરે છે.
જ્યારે 1.5 ડિગ્રી સેલ્સિયસનું લક્ષ્ય આબોહવા પરિવર્તનની સૌથી ખરાબ અસરોને ટાળવાનું છે. ગયા નવેમ્બરમાં યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્ધવેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝના 26મા સત્રમાં, પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ભારતની બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા 2030 સુધીમાં 500 ગીગા વોટ સુધી પહોંચી જશે.