પાકિસ્તાનને આર્થિક ગુલામ બનાવવાનું ચીનનું ષડયંત્ર: જાપાનની સહાયથી ભારત દ્વારા આફ્રિકા, ઇરાન, શ્રીલંકા અને સાઉથ એશિયાના દેશો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે
વિશ્ર્વમાં વેપાર વિસ્તારવા માટે ચીને તાજેતરમાં વન બેલ્ટ, વન રોડ ‘ઓબોર’ માટે અનેક દેશોને મનાવી લીધા છે.આ પ્રોજેક્ટને ભારત ઉપરાંત જાપાન સહિતના કેટલાક દેશો ચીનનો આર્થિક આક્રમણ ગણી રહ્યા છે. પરિણામે હવે ચીનના આ આર્થિક આક્રમણને રોકવા ભારત અને જાપાન ગ્રેટ વોલ બનાવશે. આ પ્રોજેક્ટ આફ્રિકા, ઇરાન, શ્રીલંકા અને સાઉથ એશિયાના અન્ય દેશોને સાંકળી લેશે. ઇરાનમાં વિકાસશીલ ચાબહાર પોર્ટની જેમ જાપાનની મદદથી ભારત શ્રીલંકા તેમજ થાઇલેન્ડ અને મ્યાનમાર બોર્ડર પર પોર્ટના નિર્માણની કામગીરી સંભાળશે. આ ઉપરાંત આફ્રિકા સાથે વ્યાપાર વધારવા માટે આગામી તા.ર૪ મે ના રોજ ભારત-જાપાનના પ્રતિનિધી મંડળની એક બેઠક અમદાવાદમાં મળશે જેમાં આફ્રિકા ડેવલોપમેન્ટ બેંક અંગે પણ ચર્ચા થશે. ગત નવેમ્બરમાં જાપાનના વડાપ્રધાન સિન્જો અબે દ્વારા જાપાન અને ભારતને વિશ્ર્વ સાથે જોડતા કોરીડોરની જાહેરાત કરવામાં આવી હતી. જેને ફ્રીડમ કોરીડોર તરીકે ઓળખાવાયુ હતું. હવે આ કોરીડોરની સ્થાપ્ના માટે તૈયારી થઇ રહી છે.
ચીન દ્વારા ઓબોર હેઠળ જમીન તેમજ પાણીમાં કોરીડોરની રચના કરવામાં આવી છે. તેવી જ રીતે જાપાન અને ભારત પોર્ટના વિકાસના માઘ્યમથી વેપાર માટે નવો ‚ટ રચશે. જાપાન હંમેશાથી ચીનનું પરંપરાગત શત્રુ રહ્યું છે. ભારત પણ ચીન સાથે અનુકૂળ સંબંધો ધરાવતું નથી. ચીન ભારતનું આર્થિક ક્ષેત્રે હરીફ માનવામાં આવે છે. પરિણામે ચીનના આર્થિક આક્રમણને રોકવા માટે ભારત અને જાપાને હાથ મિલાવ્યા છે. ચીનના આર્થિક આક્રમણના માઠા પરિણામો પાકિસ્તાનને ભવિષ્યમાં ભોગવવા પડશે તેવો મત નિષ્ણાંતોનો છે. ચીન હાલ પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમીક કોરીડોર સ્થાપી રહ્યું છે. જેનાથી પાકિસ્તાનનો વિકાસ થશે તેવો દાવો ચીનનો છે. અલબત પાકિસ્તાનના નામાંકિત અખબાર ‘ડોન’ના મત અનુસાર ચીનના વિશાળ ઔદ્યોગિક એકમો માટે પાકિસ્તાનમાં વિશાળ જમીનો ફાળવવામાં આવી રહી છે. આ જમીનો સસ્તા દરે ફાળવાતી હોવાથી એક રીતે પાકિસ્તાન ચીનનું ઇકોનોમીક કોલોની (આર્થિક ગુલામ) બની જશે.
વેપાર-વાણિજ્ય વિકસાવવાની લ્હાયમાં પાકિસ્તાનની સરકારે ચીનને હજારો એકર ફળદ્રુપ જમીન પાણીના ભાવે આપી દીધી છે. પરિણામે પાકિસ્તાનની ખેતીનો વિકાસ ‚ંધાશે અને પાકિસ્તાનને ચીનના નેટવર્કના સહારે રહેવું પડશે. હાલ તો ચીનના ઓબોરનું પણ બલુચીસ્તાન તેમજ ગિલગિટ-બાલટીસ્તાનમાં જબરજસ્ત વિરોધ થઇ રહ્યો છે.