હાઈટેક જીયો ઈમેજીન સેટેલાઈટી સરહદ ઉપર તી એક્ટિવીટીની ચોખ્ખી તસવીરો મેળવી શકાશે
રાજાશાહી કાળમાં નગર કે ગામની રક્ષા કરવા આસપાસ કિલ્લેબંધી કરવામાં આવતી હતી. પરંતુ વર્તમાન સમયે હવે કિલ્લેબંધી પણ આધુનિક વાઘા પહેરી ચૂકી છે. દેશની સુરક્ષા માટે હવે અવકાશમાંથી નજર રાખવામાં આવી રહી છે. ભારત પાસે ઈસરો જેવી સ્પેસને લગતી સંસ છે જે હવે દેશની સરહદો ઉપર નજર રાખવા સક્ષમ બની ચૂકી છે. જેના અનુસંધાને વર્ષ ૨૦૨૦-૨૧માં ઈસરો ૧૦ જેટલા સર્વેલન્સ સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
ભારતીય સરહદની આસપાસ આતંકી કેમ્પ ઉપર ત્રાટકવા માટે ઈસરોના આગામી સેટેલાઈટ મહત્વનો ભાગ ભજવશે. અત્યાર સુધી ઈસરો કૃષિ અને નેવીગેશન ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરતું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. વર્તમાન સમયમાં સરકારે સીમાડે તી ગતિવિધિ ઉપર નજર રાખવા પણ ઈસરોનો ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ઈસરો દ્વારા ૧૭ મિશનનું પ્લાનીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૧ મિશન માટે કાર્યવાહી હા ધરાઈ હતી. પરંતુ ૬ મિશન એવા છે જેને તા.૩૧ સુધીમાં લોન્ચ કરવાના થાય છે. ઉપરાંત ર્અ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ અવકાશમાં જોડવાની તૈયારી પણ કરાઈ છે. વર્ષ ૨૦૨૦-૨૧માં આવા ૮ સેટેલાઈટ અવકાશમાં તરતા મુકવામાં આવશે.
ઈસરો દ્વારા આગામી સેટેલાઈટ હાઈટેક જીયો ઈમેજીન સેટેલાઈટ જીસેટ-૧ પ્રકારના હશે. જે અવકાશમાંથી દેશના સીમાડાની રીયલ ટાઈમ તસ્વીર ઉતારી શકશે. આ ઉપરાંત જીસેટ દુનિયાના કોઈપણ ખુણાની તસવીર લેવા સક્ષમ બનશે. કોઈપણ એક પોઈન્ટ પર આવવા માટે તેને માત્ર ૨ કલાકનો સમય લાગશે. વર્તમાન સમયે સર્વેલન્સ માટે આ સમયગાળો ખુબજ ઓછો ગણવામાં આવે છે. પરિણામે ભારતની સુરક્ષામાં કોઈ કચાસ નહીં રહે તેવું મનાઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ઈસરો દ્વારા કુલ ૩૬ મિશન હાથ ધરાશે જેમાં સેટેલાઈટની સાથો સાથ લોન્ચ પેડને લગતા પ્લાનીંગ પણ છે. ઈસરોના મોટાભાગના મિશન કૃષિ, વન, જળ અને વાતાવરણને લગતા રહેશે. જો કે દર વર્ષની સરખામણીએ આ વખતે સિક્યુરીટી ફોર્સ માટે ઈસરોના સેટેલાઈટનો ઉપયોગ કરાશે તેવું માનવામાં આવે છે.