સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી એફઆઈએચ બેઠકમાં નિર્ણય લેવાયો: મહિલાઓનાં વર્ગમાં વર્ષ ૨૦૨૨ વર્લ્ડકપ માટે સ્પેન અને નેધરલેન્ડ સંયુકત યજમાની કરશે
આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન દ્વારા શુક્રવારે લોસાને ખાતે શોપીસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે સતત ભારત બીજી વખત હોકી વર્લ્ડકપનું આયોજન કરશે. પુરૂષ વર્ગમાં હોકી વિશ્ર્વકપ ૨૦૨૩માં ૧૩મીથી ૨૯ જાન્યુઆરી વચ્ચે રમાશે. આ સાથે બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વર્ષ ૨૦૨૨માં યોજાનાર મહિલા હોકી વિશ્ર્વકપનું સહયજમાની સ્પેન અને નેધરલેન્ડ કરશે. મહિલા વિશ્ર્વકપ ૧ થી ૧૭ જુલાઈ ૨૦૨૨ વચ્ચે યોજાશે. ટુર્નામેન્ટ દરમિયાન મેચ કયાં શહેરોમાં રમાશે તે અંગે યજમાન દેશ દ્વારા જાહેરાત કરવામાં આવશે.
ભારત ચોથી વખત આ ટુર્નામેન્ટની યજમાની છે. આ અગાઉ ભારતે વર્ષ ૧૯૮૨માં મુંબઈ, વર્ષ ૨૦૧૦માં નવીદિલ્હી અને વર્ષ ૨૦૧૮માં ભુવનેશ્ર્વરમાં ટુર્નામેન્ટની યજમાની કરી હતી. ખાસ વાત કરવામાં આવે તો ૨૦૨૩માં ભારતની વસ્તીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ જશે. આ સંજોગોમાં તેમનાં માટે હોકી વિશ્ર્વકપની યજમાની ખાસ બની રહેશે. ભારતે આ ખિતાબ છેલ્લે વર્ષ ૧૯૭૫માં જીત્યો હતો. ભારત ઉપરાંત હોલેન્ડે ૩ વખત પુરુષ હોકી વિશ્ર્વકપની યજમાની કરી છે. ભારત અત્યાર સુધી ફકત એક વર્ષ વિશ્ર્વ ચેમ્પીયન બન્યું છે. વર્ષ ૧૯૭૫માં યોજાયેલી ટુર્નામેન્ટની ફાઈનલમાં તેને પાકિસ્તાનને હરાવી ટુર્નામેન્ટ જીતી લીધી હતી. આ અગાઉ વર્ષ ૧૯૭૩માં તે ઉપવિજેતા રહ્યું હતું.
વિકાસ અંગે ટીપ્પણી કરતા એફઆઈએચનાં સીઈઓ થીરી વેઈલે જણાવ્યું હતું કે, રમતનાં વિકાસ અને ઘટનાની આવક પેદા કરવાની સંભાવનાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યા છે. એફઆઈએચને આ પ્રતિષ્ઠિત કાર્યક્રમોનું આ આયોજન કરવા માટે ઉતમ બીડ મળી છે જેથી તે કરવાની પસંદગી મુશ્કેલ હતી. એફઆઈએચનું પ્રાથમિક મિશન રમત-ગમતની વિશ્ર્વભરમાં વિકસાવવાનું છે જેમાં નિશ્ર્ચિતરૂપે રોકાણકારોની જરૂરત છે. આ કાર્યક્રમોની સ્થિરતા અને વારસો પાસા ઉપર સ્થાનિક આયોજન સમિતિઓ સાથે મળીને કામ કરીશું. વર્લ્ડકપ ઉપરાંત ભારતે તાજેતરમાં કેટલીક મોટી હોકી ઈવેન્ટસો પણ યોજી હતી જેમાં ૨૦૧૪ની એફઆઈએચ ચેમ્પીયન ટ્રોફી, ૨૦૧૪માં એફઆઈએચ જુનીયર મેચ વર્લ્ડકપ, ૨૦૧૭માં એફઆઈએચ હોકી વર્લ્ડ લીગ ફાઈનલ, ૨૦૧૯માં એફઆઈએચ મેન્સ સીરીઝ ફાઈનલનો સમાવેશ થાય છે.