દેશના પાવર પ્લાન્ટોમાંથી થતાં વાયુ પ્રદુષણને ઓછુ કરવા પર્યાવરણ મંત્રાલયની માર્ગદર્શિતા મુજબના ફેરફારો માટે ઉર્જા મંત્રાલયે સરકારને દરખાસ્ત કરી
વિશ્વભરમાં અત્યારે ગ્લોબલ વોમિંગની સમસ્યા વિકરાળ બનીને આવી છે જયારે આ સમસ્યાને કાબુમાં લેવા અનેક વિકસીત દેશોની સરકારે વર્ષે અબજો રૂપિયાના ખર્ચે યોજનાઓને કાર્યરત કરી છે. ભારતમાં પણ ગ્લોબલ વોમિંગની સમસ્યા માટે મહત્વપૂર્ણ જવાબદાર પરિબળ એવી વાયુ પ્રદુષણ સામે અસરકારક યોજના ચલાવવા માટે ૮૦ હજાર કરોડ રૂપિયાની જરુર હોવાનો ઉર્જા મંત્રાલયે એક દરખાસ્ત રજુ કરી છે. જો કે ઉર્જા મંત્રાલયની આ દરખાસ્તને હાલમાં આર્થિક તંગીના કારણે મંજુરી આપવાની નાણા પંણે અઅસમર્થતા દાખવી છે.
ભારતીય નાણા પંચે ઉર્જા મંત્રાલયનો અહેવાલ આપ્યો છે કે ૮૦ હજાર કરોડ રૂપિયા એટલે કે ૧૧.૬ બિલિયન અમેરિકન ડોલરના ભંડોળથી વાયુ પ્રદુષણ નિયંત્રણ માટે સંશાધનિનું વ્યવસ્થા માટે નાણાં ફાળવવા હાલ શકય નથી.
ઉર્જા મંત્રાલયે વાયુ પ્રદુષણ નિયંત્રણતા લેવા સંશોધનિક વ્યવસ્થા માટે ૮૦ હજાર કરોડ રૂપિયા ના પેકેજીનું પ્રસ્તાવ નાણાં પંચને મોકલ્યું હતું. આ દરખાસ્તમાં પાવન પ્લાન્ટને સલ્ફર ડાયોકસાઇ ના વિકરણીય પ્રદુષણની અસરથી બચાવવા માટેના વર્ષ ૨૦૧૫ માં પર્યાવરણ મંત્રાલયે દોરેલા ધારાધોરણ અનુકુળ સાધન સામગ્રી માટે ખર્ચ કરવા માટે માંગ્યો હતો. ઉર્જા ઉત્પાદનની પ્રવૃતિઓ દરમિયાન વાયુ પ્રદુષણ કાબુમાં લેવા માટે સાધન સંશાધનની જરુરીયાતો હોઇ આ કામગીરી ૨૦૨૨ સુધીમાં પુરી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દેશમાં અડધાથી વધુ કોલસા આધારીત પાવન પ્લાન્ટને વાયુ પ્રદુષણ ઓછું કરવા માટે સાધનો વસાવવા ની ડેડ લાઇન આપી દેવામાં આવી છે ત્યારે નાણા મંત્રાલયે ઉર્જા મંત્રાલયની ખર્ચની આ દરખાસ્ત મંજુર કરવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે સાથે આ અંગે પ્રક્રિયા સમક્ષ કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
નાણાં પંચના પ્રવકતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા હજુ આ દરખાસ્ત અંગે કોઇ પ્રતિભાવ આપ્યો નથી સાથે સાથે એવો નિર્દેશ જરુર આપી દીધા હતો કે હાલમાં નાણાં પંચે આ પ્રસ્તાવ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. ઉર્જા વિદ્યુત ઉત્પન કરતાં પાવન પ્લાન્ટ ના વિકરણીય વાયુ પ્રદુષણ દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદુષણ જેવી સમસ્યા અને અનેક શહેરોનું વાતાવરણ બગાડવા માટે કારણભૂત છે. ત્યારે આ પ્રદુષણને રોકવું અનિવાર્ય બન્યું છે.
પાવર પ્લાન્ટ એશોશિએશન લોબીએ આ વ્યવસ્થા ઉભી કરવા માટે ૩૮ બિલિયન ડોલરની માંગણી કરી છે. સરકાર ના પોતાના પાવર પ્લાન્ટ માટે ૧૧ બિલીયન ડોલરની જરુરીયાત છે આ નાણાં પુરા પાડવા અત્યારે અશકય હોવાનું નાણાં પંચે જણાવ્યું છે. ભારતમાં અત્યારે પાવર પ્લાન્ટ ક્ષેત્રે ૩૪ જેટલા પ્રોજેકટો આર્થિક પડકારોમાંથી પસાર થઇ રહ્યા છે. ૪૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરનારા આ પ્રોજેકટોમાં અદાણી પાવર, એસ્સાર પાવર, જીએમઆર ગ્રુપ, લેન્સ ગ્રુપ: જય પ્રકાશ પાવર, વેન્ચ્યુ લી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
ઉર્જા મંત્રાલય પાવર પ્રોજેકટોની મુશ્કેલીઓ નિવારવા પ્રયાસ કરી રહ્યું છે. ૩૪માંથી ર૮ પાવર પ્લાન્ટ આ સમસ્યા ના ઉકેલ માટે પ્રયત્નશીલ છે જે પ્લાન્ટને વાયુ પ્રદુષણ મદદરુપ થવા માંગે છે.
સુપ્રિમ કોર્ટની પ્રદુષણ અંગેની સુનાવણી આ મુદ્દાનો મૃત્યુ ધટ બની રહેશે. અમે વાયુ પ્રદુષણ ફેલાવતા પાવર પ્લાન્ટની યાદી તૈયાર કરીને સુપ્રિમ કોર્ટને સૌથી દીધી છે. અત્યારે નાણા પંચે ૮૦ હજાર કરોડ રૂપિયા પેકેજ માટે નાણાં ફાળવવાનો ઇન્કાર દીધો છે.