વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ખાતે ભારત એકલા હાથે ૭૦ દેશો સામે લડશે
ઈ-કોમર્સ મુદ્દે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ખાતે ૭૦ દેશોની સામે ભારત એકલા હાથે લડશે. ઈ-કોમર્સનાં નિયમોને ધ્યાને લઈ ભારત દ્વારા આ પગલું ભરવામાં આવશે. ઈ-કોમર્સ વિશે વાત કરવામાં આવે તો વિશ્વ આખું ઈ-કોમર્સને આધીન થઈ જીવી રહ્યું છે. જેમાં એમેઝોન, અલીબાબા, ઉબેર જેવી કંપનીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ઈ-કોમર્સ વિશે જો વિગતવાર વાત કરવામાં આવે તો કોઈપણ દેશનાં ખુણેથી લોકો ઈ-કોમર્સ મારફતે ખરીદી કરતા હોય છે ત્યારે વૈશ્ર્વિક સ્તર પર ઈ-કોમર્સનાં જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેનાથી ભારતને નુકસાન થાય તેવી સ્થિતિ પણ સામે આવી રહી છે.
ઈ-કોમર્સને લઈ ભારત દ્વારા ડેટા આઉટફલોને લઈ કોઈ ધ્યાન કેન્દ્રીત કરતું નથી. સર્વિસ સેકટરમાં ડયુટીમાં ઘટાડો સહિત અનેકવિધ ચીજવસ્તુઓ ભારત ધ્યાને લેવા માંગે છે. હાલ વૈશ્વિક સ્તર ઉપર ડિજિટલ ટ્રેડમાં પોતાનું એક આગવું સ્થાન ઉદભવિત કરવા ભારત દેશ કમરકસી રહ્યું છે. ડીજીટલ ટ્રેડ અને ઈ-કોમર્સ પર જી-૨૦ સમીટ બાદ જો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય નહીં લેવામાં આવે તો ઈ-કોમર્સ પર પ્રતિબંધ મુકવા માટે ભારત અને સાઉથ આફ્રિકા એમ બંને દેશો સાથે મળી કાર્ય કરશે.
ઈ-કોમર્સ દ્વારા જે વ્યવહાર આખા વિશ્વમાં ચલાવવામાં આવી રહ્યો છે તેને જોતાં ભારત દેશ કઈ રીતે આ સમસ્યાથી પાર પડી શકશે તે જોવાનું રહ્યું ત્યારે વૈશ્વિક સ્તર પર ભારત ઈ-કોમર્સનાં નિયમોમાં ફેરબદલ કરવા માટે એકલા હાથે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની સામે અને ૭૦ દેશો વિરુઘ્ધ એકલા હાથે લડત લડશે.