હાલ માં જ ટિમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઇનલ મેચ હારી ગયું છે ત્યારે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો બીજો તબક્કો આવી ચુક્યો છે જેની શરૂઆત વર્ષ 2021-2023 શરુ થવા જઈ રહ્યો છે. જે ભારત માટે સૌથી પડકારજનક છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું છે કે ભારતીય ટિમ ફરી પછી wtc -2 માં ફાઇનલ સુધી પહોંચી શકશે કે નહિ ?
ગત ફાઇનલ મેચ ટિમ ઇન્ડિયાના હારી જવાથી કેપ્ટ્ન કોહલી સોશ્યલ મીડિયા માં ઘણા ટ્રોલ થયા છે તેમ જ તેના નબળા પર્ફોમન્સથી કોહલી ફેન્સ ખુબ જ દુઃખી થયા છે. આ મેચ હરિ જવાથી ઘણા લોકો ને કેપ્ટ્ન કોહલી પર ગુસ્સો આવ્યો હતો તેમજ ઘણા લોકો એ મનોમન એવી માંગ કરી હતી કે હવે ભારતીય ટિમની કમાન હવે કોઈ બીજા ખેલાડી ને સોંપવામાં આવે. તેમ જ થોડા સમય પહેલા સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યું હતું કે ભારતીય ટિમ ને હવે રોહિત શર્મા અથવા તો કે એલ રાહુલને સોંપવામાં આવે તેવું પણ ચર્ચામાં આવી રહ્યું હતું. ત્યારે હવે ફરી થી કોહલી પોતાનું નેતૃત્વ સંભાળી શકશે કે નહિ તે જોવાનું રહ્યું .
ટિમ ઇન્ડિયા 3 સિરીઝ ઘરમાં રમશે અને બાકી ની ત્રણ સિરીઝ વિદેશ રમવા જશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઇકલ પ્રમાણે હવે ભારત ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝથી આની શરૂઆત કરશે. ભારતને વિદેશમાં ઈંગ્લેન્ડ સિવાય દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે સિરીઝ રમવાની રહેશે. વળી, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે ભારત હોમ સિરીઝ રમશે.
ઈન્ડિયા VS ઈંગ્લેન્ડ મેચ ટાઈમટેબલ
4 થી 8 ઓગસ્ટ: ઈંગ્લેન્ડ vs ભારત, પ્રથમ ટેસ્ટ, ટ્રેન્ટ બ્રિજ
12-16 ઓગસ્ટ: ઇંગ્લેન્ડ vs ભારત, બીજી ટેસ્ટ, લોર્ડ્સ
25-29 ઓગસ્ટ: ઇંગ્લેન્ડ vs ભારત, ત્રીજી ટેસ્ટ, હેડિંગલી
2-6 સપ્ટેમ્બર: ઇંગ્લેન્ડ vs ભારત, ચોથી ટેસ્ટ, કેનિંગ્ટન ઓવલ
10-14 સપ્ટેમ્બર: ઇંગ્લેન્ડ vs ભારત, પાંચમી ટેસ્ટ, ઓલ્ડ ટ્રેફોર્ડ
આ સમયે દરેક ટીમને સિરીઝ નહિ પરંતુ મેચ પ્રમાણે પોઇન્ટ મળશે, મેચની તમામ સિરીઝ માટે 120 પોઇન્ટ ફાળવેલા છે.એટલે જો એક સિરીઝમાં 4 ટેસ્ટ છે તો દરેક મેચના 30 પોઇન્ટ અને જો એક સિરીઝમાં 2 મેચ છે તો દરેક મેચના 60 પોઇન્ટ રહેશે. પંરતુ આ વખતે નિયમોમાં ફેરફાર કરાયો છે. ICCએ કહ્યું કે આ સિવાય પર્સેન્ટેજ પોઇન્ટના નિયમ લાગૂ રહેશે. એટલે કે કોઈ ટીમ કુલ ઉપલબ્ધ મેચોમાં તે સમયના પોઇન્ટમાંથી કેટલા પ્રાપ્ત કરી શકે છે, એના આધારે ટેબલમાં પોઝિશન તૈયાર કરાશે.
ટીમ ઈન્ડિયાને બીજી સાઇકલમાં કુલ 19 મેચ રમવાની છે. પહેલી સાઇકલમાં ફાઇનલમાં પહોંચવા વાળી ટીમને 70 ટકા પોઈન્ટ મેળવ્યા હતા. આ હિસાબે જોવા જઇએ તો ભારતને ફાઇનલમાં પહોંચવા માટે 14 મેચમાં જીતની બરાબર પોઇન્ટ મેળવવા પડશે. જીતની સંખ્યા જો ઓછી હશે તો ડ્રોથી સરભર થઈ જશે. ડ્રો મેચના પણ પોઇન્ટ મળશે, પરંતુ તે 50% જ હશે. જો ટીમ કોઈપણ મેચ હારી ગઈ તો એના પોઇન્ટ નહીં મળે.
આ વખતે ભારતને ન્યૂઝીલેન્ડને હરાવવાની એક તક ઉભી થઇ છે
WTCની બીજી સાઇકલમાં ભારત પાસે ન્યૂઝીલેન્ડને પહેલી સાઇકલમાં મળેલી હારનો બદલો લેવાની તક મળશે. 2019-21માં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ ટૂર પર 0-2થી હારી ગઈ હતી. એ સાઇકલમાં ભારતની 6 સિરીઝમાં પહેલી હાર હતી.