લો સ્કોરિંગ મેચમાં બનશે ખૂબ જ રોમાંચક : ભારતના બોલરો આફ્રિકા ઉપર હાવી થયા

કેપટાઉન ખાતે આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે જેમાં બીજા દિવસના અંતે ભારતે નજીવી લીડ મેળવી પોતાની બે કેસો પણ ગુમાવી હતી ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ એ વાત સામે આવી રહી છે કે ભારત ૨૫૦ રનનો લક્ષ્યાંક આફ્રિકાને આપે તો તે આફ્રિકા ઉપર પકડ મેળવી લેશે અને ત્રીજો ટેસ્ટ જીતવા માં તેઓને સરળતા રહેશે. હાલ જે રીતે મેચ આગળ વધી રહ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ત્રિજો ટેસ્ટ મેચ ખૂબ જ લો સ્કોરિંગ જોવા મળશે પણ સામે રોમાન્ચ પણ એટલું જ હશે. અમેરિકાની પ્રથમ ઇનિંગમાં ભારતના બોલરો વિપક્ષીઓ ઉપર હાવી રહ્યા હતા. જેમાં ભારતના જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી અને ટિમને મજબૂતી આપી હતી.

ભારતને આફ્રિકા સામે નજીવી લીડ મળતાં હવે જોવાનું એ રહ્યું કે, આજે ત્રીજો દિવસ છે તેમાં ભારત 250 રનથી વધુનો લક્ષ્યાંક આફ્રિકાને આપી વિજય થવા માટે મહેનત કરશે.  ની સ્થિતિમાં ભારતે માનસિક રીતે આફ્રિકા ઉપર હાવી થયું છે ત્યારે આજના દિવસે જો ચેતેશ્વર પૂજારા અને ટીમના સુકાની વિરાટ કોહલી યોગ્ય રીતે બેટિંગ કરશે તો ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળશે.

હાલ ભારત માટે આ બંને જોડી ઉપર જ આશા નિર્ધારીત થયેલી છે. તરફ ૨૦૦ રનની લીડ ભારત-આફ્રિકા ને આપે તો ભારત પાસે બોલેરો પણ ચુસ્ત અને ઘાતક હોવાના કારણે તેમના માટે વિજય મેળવવાનો રસ્તો આસાન બની જશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે ભારતે 250 રનથી વધુનો લક્ષ્યાંક આપવો ખૂબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.