દર વર્ષે ભારતમાંથી ગૂગલ, ફેસબૂક, એમેઝોન, અને નેટફ્લિક્સ સહિતની વિદેશી કંપનીઓ ઉપર તવાઈની તૈયારી
દર વર્ષે ભારતમાંથી ગૂગલ, ફેસબૂક, એમેઝોન, અને નેટફ્લિક્સ સહિતની વિદેશી ડિજિટલ કંપનીઓ અબજો રૂપિયા ઉસેડી જાય છે. આવી કંપનીઓ ટેક્સ બાબતે કોઇને કોઈ છટકબારી શોધી લેતી હોય છે. વૈશ્વિક ડિજિટલ કંપની હોવાથી નાણાંની લેવડ દેવડ ડોલરમાં કરે છે. ક્યાં કેટલી રકમ છે તેનો તાગ મેળવવો સરકાર માટે મુશ્કેલ છે આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે ડિજિટલ કંપનીઓને ટેક્સની જાળમાં સપડાવવા તૈયારી કરી રહી છે.
તાજેતરમાંના ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વૈશ્વિક ડિજિટલ કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિદેશી કંપનીઓ દ્વારા ડેટા ક્યાં છે અને કેટલા છે તેનું મૂલ્યાંકન કરું હોવી થઈ કંપનીઓને ટેક્સની રકમ ભરાવવાની તૈયારી કરાશે.
ભારતીય લોકોના ડેટાના માધ્યમથી વિદેશી કંપનીઓ અબજો રૂપિયાની કમાણી કરતી હોવાની વાત જગજાહેર છે. જોકે ડેટાનો દુરુપયોગ કરીને અબજો રૂપિયા તો કમાય જ છે પરંતુ બીજી તરફ ટેક્સ માટેની છટકબારીઓ પણ શોધી કાઢે છે. જેના પરિણામે સરકારી તિજોરીમાં જનારા કરોડો રૂપિયા અટવાઇ છે. આ મામલાને લઈ સરકાર ગંભીર બની છે અને વૈશ્વિક ડિજિટલ કંપનીઓ અને ટેકનિક જાળમાં લાવવા માટે કવાયત હાથ ધરી છે.નોંધનીય છે કે, દર વર્ષે ડિજિટલ કંપનીઓ દેશમાં ૨૫,૦૦૦ કરોડનો ટેક્સ ભરે છે. અલબત્ત એક એવો મોટો ટેક્સની રકમ પણ છે જે કંપનીઓ પડતી નથી અત્યારે કંપનીઓ દેશમાં જ્યાં પોતાના યુનિટની સ્થાપના કરે છે તેને લઈને જ અસર કરે છે.
ટેક્સ ભરવામાં ડિજિટલ મગરમચ્છની વૈશ્વિક આડોડાઈ
માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ડિજિટલ કંપનીઓ ટેક્સ ભરવામાંથી કઈ રીતે છટકવું તેવા પ્રયત્નો કરતી હોય છે. તાજેતરમાં જ આ મામલે અમેરિકામાં કાયદાકીય કાર્યવાહી થઈ હતી ગૂગલ, ટ્વિટર અને ફેસબુક સહિતની કંપનીઓ સામે તપાસ પણ થઈ હતી ભારતમાં આવી કંપનીઓ ના ઉપભોક્તા મોટી સંખ્યામાં છે પરંતુ કંપની ટેક્સ ભરવામાંથી ગમે તે છટકી જતી હોય છે જેથી મોદી સરકારે આવી કંપનીઓને ટેકસની જાળમાં લાવવાનો ઈરાદો કર્યો છે