સૂર્યની દિલધડક રમત, રાહુલનું ફોર્મ અને બોલરોનું પ્રદર્શન ભારતના જીતનું રહસ્ય !!!
હાલ ઓસ્ટ્રેલિયા ખાતે ટી-ટ્વેન્ટી વિશ્વ કપ રમાઈ રહ્યો છે જેમાં ભારતે ઝિમ્બાબ્વેને માત આપી ટી20 વિશ્વ કપના સેમિફાઇનલમાં સ્થાન અંકે કર્યું છે. હવે ભારત ગુરૂવારના રોજ ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલમાં ટકરા છે અને તેમાં ભારતની જીત થતા જ ભારત ટી ટ્વેન્ટી વિશ્વ કપના ફાઇનલમાં પહોંચશે. ભારતની જીતનું મુખ્ય કારણ જો કોઈ હોય તો તે સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ અને તેની ફિલ્ડીંગ છે એટલું જ નહીં સેમિફાઇનલ પૂર્વે કે એલ રાહુલનું ફોર્મ પરત આવવું એ પણ ભારતીય ટીમ માટે ખૂબ સારા ચિન્હો છે. બોલિંગ યુનિટની પણ વાત કરવામાં આવે તો જે આક્રમકતાથી ભારતીય બોલરો વિપક્ષીઓને સ્વસ્થ કરી રહ્યા છે તે પણ ભારત માટે એક સુનહેરી તક છે સેમિફાઇનલ જીતી ફાઈનલમાં પ્રવેશવા માટેની. 20 વિશ્વ કપ પૂર્વે ભારતીય ટીમ માટે ઘણા પ્રશ્નો ઊભા થતા હતા જેમાં પ્રથમ તો એ કે ભારતનું મિડલ ઓર્ડર અને ત્યાર બાદ ભારતની બોલિંગ .
તમામ નબળા પાસાઓ ઉપર ભારતે જીત મેળવી છે અને ભારતના મિડલ ઓર્ડરે ખૂબ સારો સાથ અને સહકાર પણ તેમને આપ્યો છે ને પરિણામે ભારત હાલ સેમી ફાઇનલમાં પહોંચ્યું છે અને પોતાના ગ્રુપ પેજમાં પણ પ્રથમ ક્રમે રહ્યું છે. હાલ ભારત માટે જરૂરી એ છે કે સુકાની રોહિત શર્મા રાહુલ સાથે જે ઓપનિંગ કરે તેમાં વધુ રનની ભાગીદારી નોંધાવે જેથી મિડલ ઓર્ડર બેટ્સમેનો ઉપર તેનું ભારણ ન રહે અને ટીમના ખેલાડીઓ પોતાનું પોત-કૃત પ્રદર્શન કરી શકે. ભારતની જો કોઈ નબળી કરી હોય તો તે ઓપનિંગ યુનિટ છે કારણકે જે રીતે ટી ટ્વેન્ટીમાં ઓપનિંગ બેટ્સમેનોએ રનની ગતિ વધારવી જોઈએ તે ન થતા સંપૂર્ણ ભાર મેડલ ઓર્ડર ઉપર આવી ગયો છે અને તેમાં સૂર્યકૂમારી યાદવ નો સૂર્ય ચોમેર ખીલ્યો છે.
ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા અને ટીમના કોચ રાહુલ દ્રવિડે સૂર્યકુમારી યાદવના ભરપેટ વખાણ પણ કર્યા છે અને રોહિત શર્મા દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું કે જ્યારે સૂર્યકૂમારી યાદવ ફિલ્ડ ઉપર બેટિંગ કરતા હોય છે ત્યારે ટીમને ખૂબ શાંતિ ની અનુભૂતિ થતી હોય છે કારણ કે સૂર્યકૂમારી યાદ આવે પોતાની જવાબદારી સમજી ટીમ આખાનું ભારણ પોતાના પર લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે અને તેમને વિજય અપાવવામાં સિંહ ફાળો આપી રહ્યો છે. બાબ્યો સામે છેલ્લી પાંચ ઓવરમાં ભારતે જે સટાસટી બોલાવી તેમાં સૂર્ય કુમાર યાદવ નો ફાળો ખૂબ મોટો હતો. હાલ સૂર્ય કુમાર યાદવ નું ફોર્મ જોઈને વિપક્ષી ટીમો પણ અસમનજસની સ્થિતિમાં આવી પહોંચી છે અને તેના માટેની રણનીતિ પણ બનાવવાની શરૂ કરી છે પરંતુ હાલની સ્થિતિએ સૂર્યકુમારી યાદવ ભારતીય ટીમ માટે ડાર્ક હોર્સ સાબિત થયો છે. સેમી ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય બોલરોએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે જેમાં અશ્વિને ત્રણ મહત્વપૂર્ણ વિકેટો પણ ઝડપી હતી અને અર્જદીપ ની સાથે ભુવનેશ્વર કુમારની બોલિંગએ પણ ઝિમ્બાબ્વેને હંફાવી દીધા હતા.
- ફાઇનલનો હાઈવોલ્ટેજ મેચ
- ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે તેવી ચર્ચા સોશિયલ મીડિયામાં તેજ બની
ટી-20 વિશ્વ કપના સેમિફાઇનલમાં ગુરુવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે જેમાં હાલ ભારત હોટ ફેવરેટ માનવામાં આવી રહ્યું છે ત્યારે સેમિફાઇનલ માટેની ચાર ટીમો સુનિશ્ચિત થયા બાદ સોશિયલ મીડિયા ઉપર ફાઇનલ મેચ ની ચર્ચા જોર પકડ્યું છે જેમાં લોકોનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી ટ્વેન્ટી વિશ્વકપનો ફાઇનલ મેચ રમાશે. શક્યતાઓ પણ એ જ છે કે જો ભારત ઇંગ્લેન્ડને હરાવી દે અને પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવે તો બંને ટીમ 13 મી તારીખે ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે અને તે ફરી હાઈ વોલ્ટેજ મેચ સાબિત થશે. ગ્રુપ મેચમાં પણ ભારતે પાકિસ્તાનને માત આપી છે જેથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ પણ ખૂબ જ વધુ છે. તો હાલ જોવાની વાત એ છે કે પ્રથમ મેચ કે જે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે તેમાં કઈ ટીમ વિજેતા બને છે અને ફાઇનલમાં પહોંચશે ત્યારે બીજો સેમિફાઇનલ મેચ કે જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે તે પણ એટલો જ રસપ્રદ હશે.
- સૂર્યકુમાર જ્યારે બેટિંગ કરતો હોય ત્યારે ડગઆઉટમાં નિરાંત હોઈ છે : રોહિત શર્મા
સૂર્યકુમાર યાદવની તોફાની રમત ભારતીય ટીમ માટે ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થાય છે. ત્યારે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ નિવેદન આપતા જણાવ્યું કે જ્યારે સૂર્યકુમાર યાદવ ફિલ્ડ ઉપર જ્યારે બેટિંગ કરતો હોય ત્યારે ડગઆઉટમાં ખૂબ નિરાંત હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે સૂર્યકૂમારે પોતાની જવાબદારી સ્વીકારી લીધી છે.
ટીમનો ભાર પોતાના પર લઈ લીધો છે અને તે જે બેટિંગ પોતાની સુજબુજ અને આત્મવિશ્વાસથી કરી રહ્યો છે. તેનાથી ભારતીય ટીમને ઘણો એવો ફાયદો પણ મળ્યો છે અને આગામી સમયમાં પણ મળશે.