- અંગ્રેજો માટે સિરીઝ બચાવવી સૌથી મોટો પડકાર
- ભારતીય બેટ્સમેન અને બોલરો ફૂલ ફોર્મમાં: ઇંગ્લેન્ડની ટીમ માટે બેટ્સમેનોનું કંગાળ ફોર્મ ચિંતાનો વિષય
- ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટીંગ પસંદ કરી મોટો જૂમલો ખડકી હરિફ ટીમને દબાણમાં લાવવાનો પ્રયાસ કરશે
- બેટીંગ પેરેડાઇઝ વિકેટ પર રનના ખડકલા થવાની પ્રબળ સંભાવના: ચોગ્ગા-છગ્ગાની આતશબાજી થશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે સાંજે 7 ના ટકોરે યજમાન ભારત અને મહેમાન ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે પાંચ ટી-20 મેચની શ્રેણીની ત્રીજી મેચનો મહા મુકાબલો જામશે. સુકાની સુર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા શ્રેણી ફતેહ કરવાના બુલંદ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ અંગ્રેજો માટે શ્રેણી બચાવવી મોટો પડકાર બની રહેશે. બેટીંગ પેરેડાઇઝ વિકેટ પર રનના ખડકલા થવાની અને ચોગ્ગા-છગ્ગાની આતશબાજી જામવાની પ્રબળ સંભાવના જણાય રહી છે.
પાંચ ટી-20 મેચની શ્રેણીની કોલકત્તા અને ચેન્નાઇ ખાતે રમાયેલી પ્રથમ બે મેચમાં ભારતે શાનદાર જીત મેળવી 2-0ની લીડ મેળવી લીધી છે. આજે રાજકોટમાં સાંજે રમાનારી ત્રીજી ટી-20 મેચમાં જીતની હેટ્રીક સાથે ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવાના પુરા પ્રયાસો કરશે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ માટે આજની મેચ એટલે શ્રેણી બચાવવાની અંતિમ તક છે. જો આજની મેચમાં પરાજય થશે તો અંગ્રેજો ટી-20 શ્રેણી ગુમાવી દેશે. બન્ને મેચમાં ભારતનો સુકાની સુર્યકુમાર યાદવ ટોસ જીતવામાં સફળ રહ્યો હતો. ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમે ઇંગ્લીશ ટીમને ટી-20માં પણ સામાન્ય સ્કોર સુધી સિમિત રાખી હતી. બોલરોની સાથે બેટ્સમેનોનું પ્રદર્શન પણ સારૂં રહ્યું હતું. જેના કારણે મેચ જીતવામાં ટીમ ઇન્ડિયા સફળ રહી હતી. પ્રથમ મેચમાં જીતનો હિરો ઓપનર અભિષેક શર્મા રહ્યો હતો. જ્યારે બીજી ટી-20 મેચમાં જીતનો હિરો ડાબોરી બેટ્સમેન તિલક વર્મા રહ્યો હતો. સુકાની સુર્યકુમાર યાદવ અને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પ્રથમ બન્ને મેચમાં બેટથી નિષ્ફળ રહ્યો હતો. જે ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે.
સામા પક્ષે સુકાની જોશ બટલર સિવાય એકપણ બેટ્સમેન ફોર્મમાં નથી જે ઇંગ્લીશ ટીમ માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. ભારતીય બોલરોનો સામનો એક માત્ર બટલર કરી રહ્યો છે. બાકીના તમામ બેટ્સમેનો નિષ્ફળ થઇ રહ્યા છે. બોલરો પણ ભારતીય બેટ્સમેનો સામે વામળા પૂરવાર થઇ રહ્યા છે.
ખંઢેરીની વિકેટ બેટ્સમેનો માટે સ્વર્ગ સમી માનવામાં આવે છે. અહીં રમાનારી દરેક મેચ હાઇસ્કોરીંગ જ રહે તેવી ધારણા હોય છે. આજે ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટીંગ કરી મોટો જુમલો ખડકી હરિફ ટીમને દબાણમાં લાવવાનો પ્રયાસ કરશે. સાંજે 4:30 કલાકથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવશે. સાંજે 6:30 કલાકે ટોસ ઉછળશે. જ્યારે 7 કલાકથી મેચ શરૂ થશે.
ખંઢેરીમાં રમાયેલી પાંચ ટી-20 મેચમાંથી ચારમાં ભારતની જીત એકમાત્ર ન્યુઝિલેન્ડની ટીમ રાજકોટમાં ભારતને હરાવવામાં સફળ રહી છે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં કુલ પાંચ ટી-20 મેચ રમાય છે. જે પૈકી ચાર મેચમાં ભારતનો વિજય થયો છે. ખંઢેરીમાં પ્રથમ ટી-20 મેચ તા. 10/10/2013ના રોજ ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચે રમાઇ હતી. જેમાં મેન ઓફ ધી મેચ યુવરાજસિંહની શાનદાર બેટીંગની મદદથી ભારતે ઓસ્ટ્રેલીયાને 6 વિકેટે હાર આપી હતી. બીજી ટી-20 મેચ તા. 4/11/2017 ના રોજ ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં કિવીઝ ઓલ રાઉન્ડર કોલીન મુનરોની શાનદાર અણનમ સદી અને 1 વિકેટના સહારે ન્યુઝીલેન્ડે ભારતને 40 રને પરાસ્ત કર્યુ હતું.
ત્યારબાદ ત્રીજી ટી-ર0 મેચ તા. 7/11/2019 ના રોજ બાંગ્લાદેશ સામેની ટી-ર0 મેચમાં રોહિત શર્માના શાનદાર 85 રનની ઇનીંગની મદદથી ભારતે બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું. ચોથી ટી-20 મેચ તા. 17/6/2022 ના રોજ ભારત અને સાઉન આફ્રિકા વચ્ચે મેન ઓફ ધી મેચ રમાય હતી. વિકેટ કિપર બેટસમેન દિનેશ કાર્તિકના પપ રનની મદદથી ભારતે 82 રનથી મેચ જીતી લીધી હતી. પાંચમી અને અંતિમ ટી-ર0 મેચ ખંઢેરી ખાતે તા. 7/1/2023 ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાય હતી. જેમાં સૂર્યકુમાર યાદવની આક્રમક અને અણનમ સદીની મદદથી ભારતની ટીમે આ મેદાન પર પાંચ વિકેટના ભોગે 228 રનનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 137 રનમાં ઓલ આઉટ થઇ જતા ભારતનો 91 રને વિજય થયો હતો.
નિરંજન શાહ સ્ટેડિયમ પર ટી-20 મેચ રમનારી ઇંગ્લેન્ડ છઠ્ઠી વિદેશી ટીમ બનશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમનારી ઇંગ્લેન્ડની ટીમ છઠ્ઠી વિદેશી ટીમ બનશે. આ પૂર્વ રાજકોટમાં ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટીમ ઇન્ટરનેશનલ ટી-20 મેચ રમી ચુકી છે. જેમાં એકમાત્ર ન્યુઝીલેન્ડની ટીમ ભારતને હરાવવામાં સફળ રહી છે.
ભારતીય ટીમ
- સુર્યકુમાર યાદવ (સુકાની)
- સંજાુ સેમસન
- અભિષેક શર્મા
- તિલક વર્મા
- હાર્દિક પંડયા
- અક્ષર પટેલ
- અર્ષદીપ સિંહ
- વરૂણ ચક્રવતી
- રવિ બિશ્નોઇ
- વોશિંગ્ટન સુંદર
- ધ્રુવ જાુરેલ
- હર્ષિત રાણા
- રિંકુ સિંહ
- નીતીશકુમાર રેડ્ડી
- મોહમ્મદ શમી
ઈંગ્લેન્ડની ટીમ
- જોશ બટલર (સુકાની)
- રેહાન અહેમદ
- જોફા આર્ચર
- ગુરૂ એટ ક્ધિસન
- જેકબ બેથેલ
- હેરી બ્રુક
- બ્રાયડન કાર્સ
- બેન ડકેટ
- જેમી ઓવરટન
- ર્જેમી સ્મીથ
- લિયામ લિવિંગ સ્ટોન
- આદિલ રશીદ
- સાકીબ મહમૂદ
- ર્ફિલ સોલ
- માર્ક વુડ