અમેરિકાના પ્રતિબંધોને અવગણીને ભારતે ઈરાન સાથે સંબંધો સુમેળભર્યા રાખ્યા હતા. જેના મીઠા ફળ હવે ચાખવા મળી રહ્યાં છે. ઈરાને અન્ય દેશોની સરખામણીએ ભારતને સસ્તા દરે ક્રુડ આપવાની તૈયારી બતાવી છે. જેના અનુસંધાને ભારતે પણ ઈરાની આવતા ક્રુડની આયાત બે ગણી કરવાનો નિર્ણય લીધો છે.
સાઉદી અરેબિયા સહિતના દેશો પાસેથી ક્રુડ ખરીદવું મોંઘુ પડે છે. જો કે, જૂના સાી ભારતને સસ્તા દરે ક્રુડ દેવાની તૈયારી ઈરાનની છે. આ મામલે તાજેતરમાં જ ભારત સો ઈરાનની ચર્ચા ઈ હતી. વર્ષ ૨૦૧૯ના માર્ચ મહિના સુધીમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, મેંગ્લોર રિફાઈનરી, પેટ્રો કેમીકલ્સ લી., ભારત પેટ્રોલીયમ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ સહિતની રિફાઈનરી ૩૯૬૦૦૦ બેરલ પર ડે ક્રુડ ઈરાની આયાત કરવાની તૈયારી કરી રહી છે. ભારતે ઈરાનનો અમેરિકાના પ્રતિબંધો છતાં પણ સાથ આપ્યો છે. ૨૦૧૬-૧૭ દરમિયાન સાઉદી અરેબીયા અને ઈરાક બાદ ભારત માટે ઈરાન સૌથી મોટું ઓઈલ સપ્લાયર રહ્યું છે. ગત મહિને ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઈરાનના બીજાન જંગેહ સો ક્રુડ બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ હવે આ મુદ્દે રસ્તો ચોખ્ખો થઈ ગયો છે.