ચીનનાં પગપેસારાને રોકવા ભારતની વ્યુહાત્મક જીત 

ઈન્ડો-પેસેફિક રણનીતિ માટે મહત્વરૂપ બંદર વિકાસથી દક્ષિણ-પૂર્વ એશિયન બજારમાં ભારતનું પ્રભુત્વ અrને ચીનના પગપેસારા સામે ભારતનું મહત્વનું પગલું પાકિસ્તાનના ગ્વાદર બંદરના ચીનના પગપેસારા સામે ભારતે ઈરાનનું ચાબહાર બંદર વિકસાવ્યું. હવે ભારત દ્વારા ઈન્ડોનેશિયાના મહત્વના દરિયાઈ પ્રદેશ અને આંદામાન નિકોબારથી નજીક ચીનના સતત પગપેસારાના પ્રયાસો વચ્ચે ઈન્ડોનેશિયાનું બંદર વિકસાવીને ભારત દક્ષિણ એશિયાઈ પ્રદેશ અને ચીન દ્વારા વિકસાવવામાં આવતા રોડ સામે વ્યુહાત્મક રીતે ભારત આ બંદરનું સ્વરક્ષણ અને વ્યવસાયિક ધોરણે બેવડો લાભ લણવાનું કુટનીતિનો અમલ કરી રહી છે.

ઈન્ડોનેશિયાનું આ બંદર વિકસાવીને ભારત દક્ષિણ-પૂર્વ એશિયન માર્કેટ અને ચીનના વધતા જતા પગપેસારા સામે ભારત મલ્લાકોના હિંદ મહાસાગરના વિશાળ પ્રદેશ પર સતત બાજ નજર રાખી શકશે. ભારતના પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ સરકારે આશિયાન દેશો સાથે વેપાર વિસ્તરણની અખત્યાર કરેલી રણનીતિ સામે ચીનના ઈન્ડો-પેસેફિક વિસ્તારમાં વધતા પ્રભાવ અને બદલાતા સમય અને સંજોગોને ધ્યાને લઈ નરેન્દ્ર મોદી સરકાર પૂર્વની રણનીતિ અંગે ગંભીર બની છે.

ભારતની આ સતર્કતા સામે ચીને આશિયાન દેશોની ભાગીદારીમાં વેપારનું ૨૦૦૮ના ૧૯૨ બિલીયન ડોલર સામે ૨૦૧૮ સુધીમાં ૫૧૫ બિલિયન ડોલર સુધીના વેપારનું વિસ્તરણ કર્યું છે. બી.આર.આઈ પ્રોજેકટ માટે ૪૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરીને ચીન ઈન્ડો-પેસેફિક વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ પ્રસ્થાપિત કરવા અને ભારતના દરિયામાં અમેરિકાનું ગુહામ લશ્કરી થાણું વિકસી રહ્યું છે તેની સામે ચીન આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ વધારવામાં કાર્યરત રહ્યું છે તેની સામે ભારત બેજીંગ અને નવીદિલ્હીના સંબંધોની પરિસ્થિતિ વચ્ચે ઈન્ડો પેસેફિક રાષ્ટ્રો માટે પોતાની નવી જવાબદારી માટે ભારત ગંભીર બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ઈન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી ત્યારે બન્ને દેશોએ નોસેનાનો સહયોગ વધારવા અને હિંદપ્રશાંત મહાસાગરના સુદ્રઢ સંકલન માટે ઈન્ડોનેશિયાનું બંદર વિકસાવવાનું નકકી કર્યું છે. આ કવાયતના ભાગરૂપે ભારતીય નૌસેનાનું યુદ્ધ જહાજ આઈએમએસ સુમિત્રાએ પહેલીવાર ગયા જુલાઈમાં સેલેન્કની મુલાકાત લીધી હતી. હવે ભારતીય કોસ્ટગાર્ડનું વિઝીટ ૩ દિવસની મુલાકાતે પહોંચી ગયું છે. ભારત આંદમાન નજીકના દરિયામાં પોતાની નૌસેનાનું સંખ્યાબળ અને પ્રભુત્વ વધારવાની રણનીતિ અમલમાં મુકી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.