2018માં ભારતે 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 70 મેડલ જીત્યા હતા

india in asian games

સ્પોર્ટ્સ ન્યૂઝ

એશિયન ગેમ્સના 10મા દિવસે ભારતને 9 મેડલ મળ્યા. અને આજે પણ બ્રોન્ઝ મેડલ શરૂઆતની ક્ષણમાં જ મળી ગયો છે. ભારતને પહેલા દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમા દિવસે 15 મેડલ અને નવમા દિવસે સાત મળ્યા હતા. દસમા દિવસે એથ્લેટિક્સમાં મેડલનો વરસાદ થયો.

ભારતે 2018નો પોતાનો જ રેકોર્ડ તોડ્યો

જોકે, ભારત આજે 70ના જાદુઈ આંકડાને સ્પર્શ કરી લીધું છે. વર્ષ 2018ના એશિયન ગેમ્સમાં ઈતિહાસના સૌથી વધારે મેડલ જીત્યા હતા. વર્ષ 2018માં ભારતે 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 70 મેડલ જીત્યા હતા. તે સમયે ભારતમો રેન્ક 8મો હતો. હાલમાં કુલ 70 મેડલ સાથે ભારત ચોથા ક્રમે છે. વધુ 1 મેડલ જીતીને આજે ભારત ઈતિહાસ રચશે તે નક્કી છે.જ્યોતિ વેનમ અને ઓજસ દેવતાલેની ભારતીય મિશ્રિત ટીમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ અને ઓજસ દેવતાલેની જોડીએ ફાઈનલમાં કોરિયન જોડીને 159-158થી હરાવીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે જાકાર્તામાં 70 મેડલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

ભારતની સ્ટાર મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને 75 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લવલિનાએ મેડલ પાક્કો કર્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ હાંસલ કર્યો છે.

running

5 હજાર મીટર દોડમાં પારૂલ ચૌધરીને ગોલ્ડ

ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતના મેડલની સંખ્યા 64 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 15 ગોલ્ડ મેડલ જીત્યા છે.

jevline throw

જ્વેલિન થ્રોમાં અન્નુ રાનીએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો

અન્નુ રાનીએ જ્વેલિન થ્રોમાં 62.92 મીટર દૂર ફેંકીને ઈતિહાસ રચવાની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય મહિલા ખેલાડીએ એશિયન ગેમ્સમાં ભાલામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.