ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ જણાવ્યું હતું ભારત વર્ષ ૨૦૨૬ યુવા ઓલિમ્પિક રમત, ૨૦૩૦ એશિયા રમત અને ૨૦૩૬ ઓલિમ્પિક રમત માટે યજમાની માટે દાવેદારી નોંધાવશે. નરેન્દ્ર બત્રાએ ઊમેર્યું કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાચ અને એશિયા ઓલિમ્પિક સમિતિ સંઘ પ્રમુખ શેખ અહમદ અલ સબાહ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આ તમામ રમત આયોજન અંગે તેમજ યજમાની વિશે ચર્ચા વિચારણા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારત વર્ષ ૨૦૨૬ યુવા ઓલિમ્પિક રમત, ૨૦૩૦ એશિયા રમત અને ૨૦૩૬ ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી રજૂ કરશે.
આ રમત માટે કોઈ યજમાની મળે કે ન મળે પરંતુ, અમે આ રમત માટે દાવેદારી રજૂ કરીશું. આ અગાઉ ભારત રાષ્ટ્રમંડળ રમત, એશિયાઇ રમત અને ફિફા અંડર-૧૭ વિશ્વકપ જેવી મોટી સ્પોર્ટસ ઇવેન્ટનું સફળતા પૂર્વક આયોજન કરી ચૂક્યો છે. આઇઓએ અધ્યક્ષ બાચે ભારત તરફથી રજૂ કરવામાં આવેલી દાવેદારી પર આશ્વાસન આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બાચે જણાવ્યું હતું કે, ભારત પાસે પૂરતી ક્ષમતા છે એક દિવસ ભારત ઓલિમ્પિકની યજમાની કરશે. પરંતુ હાલમાં યુવા ઓલિમ્પિક અને ઓલિમ્પિક રમતની દાવેદારી માટે કોઈ પણ પ્રકારની પ્રક્રિયાની કોઈ શક્યતા નથી. તેથી આ વિષય પર કંઈ જ કહી શકાય એમ નથી. ઓલિમ્પિકની યજમાનીના સંદર્ભે વર્ષ ૨૦૨૮માં ઓલિમ્પિક સુધી અન્ય દેશ માટેનું યજમાની પદ નક્કી થઈ ચૂક્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.comIPL 2018