શહેર ભાજપ દ્વારા બૌઘ્ધિક સંમેલન યોજાયું
શહેર ભાજપ દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, શહેરના પ્રભારી, પુષ્પદાનભાઈ ગઢવી, ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, રાજુભાઈ ધ્રુવ, ભીખાભાઈ વસોયા, કિશોરભાઈ રાઠોડ, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ડો.વલ્લભભાઈ કથીરીયા, નેહલ શુકલ, કાશ્મીરાબેન નથવાણી, ઉધોગ અગ્રણી રમેશભાઈ ટીલાળા, ગુણુભાઈ ડેલાવાળા, મુકેશભાઈ દોશી, વી.પી.વૈષ્ણવ, સુજિત ઉદાણી, કૌશિકભાઈ શુકલ, દિલીપભાઈ પટેલ, અનિલભાઈ દેસાઈ, અરવિંદભાઈ પટેલ, ડો.અતુલ પંડયા, ડી.વી.મહેતા, રાજુભાઈ દોશી, અવધેન કાનગડ સહિતના સાથેની ઉપસ્થિતિમાં રાજશૃંગાર પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રોડ ખાતે બુઘ્ધિજીવી સંમેલન યોજવામાં આવેલ હતું. આ સંમેલનમાં નામાંકિત ડોકટરો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટો, વેપારી આગેવાનો, અગ્રણી ઉધોગપતિઓ, શિક્ષણશાસ્ત્રીઓ, પ્રાધ્યાપકો સહિતની અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩ના અગ્રણીઓ જોડાયા હતા.
આ બુઘ્ધિજીવી સંમેલનમાં સ્વાગત પ્રવચન કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઉપસ્થિત શહેરના પ્રબુઘ્ધ નાગરીકો તેમજ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ભાજપાના લાખો સંનિષ્ઠ કાર્યકર્તાઓના તપ, ત્યાગ, પુરુષાર્થ, સમર્પણ અને સંકલપના પરીણામે ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો અને ભાજપે સતાના સુત્રો સાંભળ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે તથા પ્રબુઘ્ધ નાગરીકોને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ચાર વર્ષના શાસન દરમ્યાન અનેક લોકપયોગી યોજનાઓ લાવી તેને અમલમાં મુકી ગરીબ પ્રજાજનોને અભૂતપૂર્વ લાભ અપાવ્યો છે. વન નેશન વન ટેક્ષ માટે જીએસટીનો નિર્ણય કરી એક દેશનાં આર્થિક સુધારા માટે મહત્વનું પાસું બનાવ્યું હતું.
તેમજ સૌરાષ્ટ્રમાં ઘર ઘર સુધી પીવાનું પાણી મળે તે માટે સૌની યોજના સાકાર કરી નર્મદા યોજનાને કચ્છથી લઈ સૌરાષ્ટ્રના ગામડાઓમાં પહોંચાડવા માટેનું એક ભગીરથ કાર્ય પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. તેમજ સૌરાષ્ટ્રનાં ઉધોગ ધંધાને વેગ મળે તે માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ખુબ ટુંકાગાળામાં મંજુરી મેળવીને એરપોર્ટનું કાર્ય વેગવંતુ બનાવવાનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
તેમજ જયોર્તિગ્રામ યોજના હેઠળ દેશના આઝાદી બાદ પણ વિજળીથી વંચિત એવા ગામડાઓને પણ વિજળી મળી રહી છે. ઈતિહાસમાં પહેલીવાર ભારતે દિલેરી દેખાડતા આતંકવાદીઓ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરીને જડબાતોડ જવાબ અપાયો. અવકાશ ક્ષેત્રે ઈસરોએ ૧૦૪ સેટેલાઈટને સફળતાપૂર્વક લોંચ કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે ત્યારે આગામી ૨૦૧૯ની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફરી એક વખત દેશની જનતા ભારતને સમગ્ર વિશ્વને એક નવું ભારત બનાવવા તરફ અગ્રેસર કરી રહેલા ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીને સતાપી સિહાસન પર આઢ કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ સંમેલનને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, કાર્યાલય પરિવારના રામભાઈ પટેલ, પ્રવિણભાઈ ડોડીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.