રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ૨૮ વર્ષ બાદ ‘ધડમૂળ’થી ફેરફાર કરાયા: ધો. ૫ સુધી માતૃભાષામાં શિક્ષણ અપાશે, ધો. ૬ બાદ સ્કીલ એજયુકેશન પર ભાર મૂકાશે
તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહેલું ભારત આગામી સમયમાં ફરીથી નવિશ્ર્વગુરૂથની ભૂમિકામાં આવે તે માટે કેન્દ્રની મોદી સરકાર અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. શિક્ષણ એ કોઈપણ દેશની માનસિકતાને ઘડવાનું પ્રથમ પગથીયું માનવામાં આવે છે. અંગ્રેજોએ આપેલી હાલ શિક્ષણ પધ્ધતિમાં ગૂણ પર ભાર મૂકવામાં આવતું હોય દેશમાં ગુણવતાયુકત શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી કેન્દ્રની મોદી સરકારે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને ૨૮ વર્ષ બાદ શિક્ષણ નીતિમા નઘડમૂળથથી ફેરફાર કરવાનો ગઈકાલે મળેલી કેબિનેટમાં આ નીતિને મંજૂરી આપી છે. શિક્ષણ નીતિમાં કરાયેલા આ ફેરફારમાં નગુણ નહી પરંતુ ગુણવતા લાવીથ ભારતને વિશ્ર્વગૂરૂ બનાવવા સરકારે કમર કસી છે.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચ સ્તરના શિક્ષણમાં કરાયેલા ફેરફારો અંગેની વિગતો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી જે મુજબ માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરવાની ફેરફારનો પ્રારંભ કરાયો છે. ૧૯૮૬માં બનાવાયેલી હાલની શિક્ષણ નીતિમાં છેલ્લે ૧૯૯૨માં આંશિક સુધારા કરાયા હતા પરંતુ આટલા મોટાપાયે સુધારા વધારા કરાયા ન હતા. જેથી ત્રણ દાયકા કરતા વધારે સમય બાદ વર્તમાન સમયની માંગ પ્રમાણે પરિવર્તનને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેબિનેટે મંજૂર કરેલી નવી શિક્ષણ નીતિને આગામી અમલમાં સંસદમાં રજૂ કરીને મંજૂરી આપવામાં આવશે.
સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ ધોરણ સમાન રહેશે. રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (એનઆરએફ) ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત ટેકનોલોજી દ્વારા પીડબ્લ્યુડીમાં શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઇ-અભ્યાસક્રમો આઠ મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં વિકસિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ (ગઈઊછઝ) ની સ્થાપના કરવામાં આવશે. અગાઉ એચઆરડી મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬માં ઘડવામાં આવી હતી અને ૧૯૯૨માં તેમાં સંશોધન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ નીતિ ઘડયા બાદ આજે ત્રણ દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે. પરિવર્તનને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિ જરૂરી છે. શાળાકીય શિક્ષણમાં સુધારા અર્લી ચાઈલ્ડહુડ કેર એજ્યુકેશન માટે કૈરિકુલમ ગઈઊછઝ દ્વારા તૈયાર થશે. તેને ૩થી ૬ વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવશે. બુનિયાદી શિક્ષણ (૬થી ૯ વર્ષ માટે) માટે ફાઉન્ડેશનલ લિટરેસી ન્યૂમેરસી પર નેશનલ મિશન શરુ કરવામાં આવશે. અભ્યાસની રૂપરેખા ૫+૩+૩+૪ના આધારે તૈયાર કરવામાં આવશે. જેમાં અંતિમ ૪ વર્ષ ધો.૯થી ૧૨ સામેલ છે. વિશેષ પ્રવૃત્તિઓને મુખ્ય કારિક્યુલમમાં સમાવવામાં આવશે. હોશિયાર બાળકો અને બાળકી માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. વર્ગ ૬ પછીથી જ વોકેશનલને ઉમેરવામાં આવશે. એક નવું રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે જેમાં ઇસીઇ, શાળાઓ, શિક્ષકો અને એડલ્ટ એજ્યુકેશન ઉમેરવામાં આવશે. બાળકોના રિપોર્ટ કાર્ડમાં લાઈફ સ્કિલ્સને જોડવામાં આવશે. વર્ષ ૨૦૩૦ સુધી તમામ બાળકો માટે શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે. બીજી તરફ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે એક જ કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે.
અભ્યાસની રૂપરેખા પ+૩+૩+૪ પદ્ધતિ આધારે નક્કી કરાશે
હાલની શિક્ષણ પધ્ધતિમાં ફેરફાર કરીને અભ્યાસની રૂપરેખા ૫+૩+૩+૪ પધ્ધતિ આધારે નકકી કરાશે જે મુજબ ધો.૧ થી ૫ના પ્રાથમિક શિક્ષણમાં પાંચ વર્ષ ધો.૬ થી ૮ મીડ સ્કૂલાં ત્રણવર્ષ ધો.૯ થી ૧૧ હાઈસ્કુલમાં ત્રણ વર્ષ અને ધો.૧૨ થી ગ્રેજયુએશનમાં ચાર વર્ષ એમ ૫+૩+૩+૪ પધ્ધતિ અમલી બનાવાશે જેમાં ધો.૫ સુધી માતૃભાષામાં ફરજિયાત શિક્ષણ અને ધો.૬ બાદ ગુણવત્તા આપતા વોકેશનલ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યું છે.
સરકારી અને ખાનગી કોલેજો માટે એક જ ધારાધોરણો
હાલમાં સરકારી અને ખાનગી કોલેજો માટે અલગ અલગ ધારાધોરણો છે. જેના કારણે સમયાંતરે વિવાદો ઉભા થતા રહે છે. નવી શિક્ષણ નીતિમાં સરકારી અને ખાનગી કોલેજો માટે એકસરખા ધારાધોરણો રાખવામાં આવશે. જેથી બંને કોલેજોમાં શિક્ષણના નિયમોમાં સુસંગતા રહેવાથી વિદ્યાર્થીઓને હાલમાં પડતી મુશ્કેલીઓને નિવારી શકાશે.
ઉચ્ચ શિક્ષણને એકતાંતણે બાંધવામાં આવશે
હાલમાં ઉચ્ચ શિક્ષણને અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ અને પીએચડી કક્ષા એમ ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે. જેના નિયમન માટે અલગ અલગ સંસ્થાઓ છે. હવે, નવી શિક્ષણ નીતિમાં કાયદા અને તબીબી શિક્ષણ સિવાયના તમામ વિદ્યા શાખાઓનાં ઉચ્ચ શિક્ષણના નિયમનને એક તાંતણે બાંધવામાં આવે એક નિયમનકારી સંસ્થા નીચે લાવવામાં આવશે. જેથી ઉચ્ચ શિક્ષણમાં અલગ અલગ નિયમનકારી સંસ્થાઓનાં નિયમોમાં રહેલી અલગતા દૂર થશે અને ઉચ્ચ શિક્ષણમાં એક સુત્રતા આવતા વિદ્યાર્થીઓને વધુ સરળતાથી ઉચ્ચ અભ્યાસ કરી શકાશે.
૪૫ હજારથી વધારે જોડાયેલી કોલેજોને સ્વતંત્રતા અપાશે
દેશમાં હાલ વિવિધ યુનિવર્સિટીઓ સાથે જોડાણ ધરાવતી ૪૫ હજારથી વધારે કોલેજો આવેલી છે. આ કોલેજો એકેડેમીક, એડમીનીસ્ટ્રેટીવ અને આર્થિક સ્વતંત્રતા આપવામાં આવશે. જેથી આ કોલેજો વધારે સારી રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકશે ઉપરાંત આ કોલેજો નેક દ્વારા પોતાની રીતે ગ્રેડ મેળવી શકશે જેથી કોલેજોનાં શિક્ષણની ગુણવતાનો ખ્યાલ વિદ્યાર્થીઓને આપી શકાશે.
ફી પર પણ અંકુશ રખાશે
નવી શિક્ષણનીતિમાં સરકારે ફી પર અંકુશ રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં ફીના ધોરણો અલગ અલગ છે જેથી ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થાઓનાં જયારે મધ્યમ અને ગરીબ વર્ગનાં વિદ્યાર્થીઓને સરકારી સંસ્થાઓમાં અભ્યાસ કરવો પડે છે. જેનાથી શિક્ષણ અને સમાજમાં વિસંગતતા ઉભી થતી હોય દરેક શિક્ષણ સંસ્થાઓની ફી પર સરકાર અંકુશ રાખશે.
બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાશે
નવી શિક્ષણ નીતિમાં ૫+૩+૩+૪ની ફોર્મ્યુલા અપનાવવામાં આવશે. જેમાં ધો.૯ થી ૧૧ના શિક્ષણને હાઈસ્કુલ કક્ષાનું ગણીને તેની પરિક્ષા સ્થાનિક લેવલે લેવાશે. જેથી હાલમાં રાજય અને કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પરિક્ષા રદ થશે. હાલમાં પરિક્ષા બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરિક્ષા લેવાય છે. બોર્ડની પરિક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ પરિણામ લાવી શકતા નથી. ધો.૧૦માં બોર્ડની પરિક્ષા રદ કરીને કુમળી વયના વિદ્યાર્થીઓનો બોર્ડની પરિક્ષાનો હાઉ દૂર કરાશે.
એક જ કોર્સમાં અનેક વિષય લેવાની પસંદગી
હાલમાં ઉચ્ચ શિક્ષણ નીતિમાં રહેલી જોગવાઈ મુજબ સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણ પ્રકારની વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા બાદ તેમાં બીજા વર્ષે ફેરફાર કરી શકતા નથી જેના કારણે આગળ જતા વિદ્યાર્થીને પોતે ખોટી વિદ્યાશાખા પસંદ કર્યાનો અનુવાદ થયા બાદ તેને નવેસરથી બીજી વિદ્યાશાખામાં પહેલેથી જ પ્રવેશ લેવો પડે છે. નવી શિક્ષણ નીતિમાં ગમે તે વિદ્યાશાખાના વિદ્યાર્થીએ બીજી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકશે એટલે સાયન્સનો વિદ્યાર્થી બીજા વર્ષમાં કોમર્સ કે આર્ટસમાં પ્રવેશ મેળવી શકશે.
નિપુણતા માટે માતૃભાષાને જરૂરી બનાવાઇ
વિદ્યાર્થીને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાઈ તો આ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. તે હકિકતને ધ્યાનમાં લઈને નવી શિક્ષણનીતિમાં ધો.૧ થી ૫ સુધીનું શિક્ષણ માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં આપવાનું ફરજિયાત બનાવાયું છે. માતૃભાષામાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે જ્ઞાન મેળવી શકશે અને બીજી ભાષામાં જ્ઞાન મેળવવાના કારણે ઉભી થતી દુ:વિધાને દૂર કરી શકાશે.
ઇ-કોર્સ સ્થાનિક ભાષામાં વિકસાવાશે
આગામી સમયમાં ઓનલાઈન શિક્ષણની વધનારી માંગને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિમાં ઈ-કોર્ષ બનાવવામાં આવશે તે પણ સ્થાનિક ભાષામાં જેથી વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષામાં ઈ-કોર્ષ ઉપલબ્ધ થવાથી ઓનલાઈન શિક્ષણમાં એકસુત્રતા આવશે ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુલ લેબ બનાવવામાં આવશે જેથી તેઓ વધારે સારી રીતે શિક્ષણ મેળવી શકે જે માટે નેશનલ એજયુકેશન ટેકનોલોજી ફોરમ બનાવવામાં આવશે.
ભણતરનો ‘ભાર’ ઘટાડીને સ્કીલ વધારાશે
હાલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતરનો ભાર અનુભવતા હોવાની ફરિયાદો સમયાંતરે ઉભી થતી રહે છે. જેથી ભણતરના ભારમાં વિદ્યાર્થી દબાઈ ન જાય તે માટે સરકારે નવી શિક્ષણનીતિમાં ધો.૬ બાદ વોકેશનલ શિક્ષણ પર ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે. જેથી ધો.૬ બાદ વિદ્યાર્થી તેનામા રહેલી અન્ય નિપુણતાનો અભ્યાસ કરી શકશે જેથી તેના રસના વિષયમાં આગળ વધવાથી વિદ્યાર્થીનું કૌશલ્ય ખીલશે સરકારે હાલમાં વોકેશનલ શિક્ષણ ૨૬.૩ ટકા છે. તેને વર્ષ ૨૦૩૫ સુધીમાં ૫૦ ટકા સુધી લઈ જવાની યોજના બનાવી છે.
શિક્ષિત ભારતનો લક્ષ્યાંક
નવી શિક્ષણ નીતિમાં શિક્ષીત ભારતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં દરેક દેશવાસીઓને પાયાનું શિક્ષણ અને અક્ષરજ્ઞાન આપવાનો સરકારનો ઉદેશ્ય છે. દરેક નાગરિકોને પાયાનું શિક્ષણ અને શિક્ષણજ્ઞાન હશે તો શિક્ષણની મહત્વતા સમજીને તેઓ પોતાના સંતાનોને સારૂ શિક્ષણ આપી શકશે.