આધુનિક શસ્ત્ર અને મજબૂત સશસ્ત્ર દળોની મદદથી ભારતનું વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન સાકાર થશે
નેશનલ ન્યૂઝ
દિલ્લી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર્રનો દરજ્જો પ્રાપ્ત કરી લેશે. તેમણે જણાવ્યું છે કે, વિકસિત રાષ્ટ્ર્ર બનવા માટે ભારતે આધુનિક શસ્ત્ર સાથે મજબૂત સશસ્ત્ર દળોની જરૂરિયાત છે. દિલ્હી છાવણી ખાતે 276મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે આધુનિક સાધનો સાથે મજબૂત સશસ્ત્ર દળોની જરૂર છે. જો ભારતે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો તેને આધુનિક સાધનો સાથે મજબૂત સશસ્ત્ર દળોની જરૂર છે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં આ વાત કહી હતી. રવિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રણેય સેનાઓ દ્વારા નાણાકીય સંસાધનોના અસરકારક ઉપયોગની જરૂરિયાતને રેખાંકિત કરતી વખતે આ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે, જો આપણે વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો આધુનિક શસ્ત્રો અને સાધનો સાથે મજબૂત સશસ્ત્ર દળોની જરૂર પડશે. તેથી આપણી પાસે ઉપલબ્ધ નાણાકીય સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરવો જરૂરી છે. સેવાઓની માંગ અને ઉપલબ્ધ સંસાધનોની ફાળવણી વચ્ચે સારું સંતુલન હોવું જોઈએ.
DADને એક ઇન-હાઉસ સ્ટેન્ડિંગ કમિટી બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું જે માર્કેટ ફોર્સનું સંશોધન અને અભ્યાસ કરી શકે અને ફિલ્ડ ઓફિસરોને ઉચ્ચ ગુણવત્તાની માર્કેટ ઇન્ટેલિજન્સ પ્રદાન કરી શકે. તેમના સંબોધન દરમિયાન સિંઘે પારદર્શક અને કાર્યક્ષમ નાણાકીય વ્યવસ્થા દ્વારા દેશની સંરક્ષણ ક્ષમતાઓને વધારવાના પ્રયાસો માટે સંસ્થાની પ્રશંસા કરી હતી.