લોકસભાની ચૂંટણીનું પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોચ્યું છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહે કોડીનાર અને ડીસામાં રોડ શો યોજી જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાને સંબોધતા શાહે વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારત વિશ્ર્વના ત્રણ સુપરપાવર દેશોમાનું એક હશે તેવો દાવો કર્યો હતો. શાહે વિપક્ષી ગઠબંધનને નેતા વગરનું વિચારધારા વગરનું ગઠ્ઠબંધન ગણાવીને વડાપ્રધાન મોદીને મજબૂત કરવા ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી.
બનાસકાંઠા લોકસભા બેઠકમાં આવતા ડીસામાં એક જાહેરસભાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતુ કે હવે સમય આવી ચૂકયો છે ભારતને સુપરપાવર બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આગામી ૨૦૨૪ સુધીમાં ભારત વિશ્ર્વના ત્રણ સુપરપાવર દેશોમાનું એક હશે દરેક મતદારનો ભાજપને મત ભારતને મજબૂત દેશ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહેલા વડાપ્રધાન મોદીને વધારે મજબૂત બનાવશે મોદી વડાપ્રધાનપદે હશે તો ૨૦૨૪ સુધીમાં ભાતર સુપરપાવર બની ગયું હશે.
મોદી સામે વિપક્ષોએ બનાવેલા ગઠ્ઠબંધન પ્રશ્ર્ને શાહે પ્રહારો કરતા જણાવ્યું હતુ કે આ પક્ષોએ પોતાના અંગત સ્વાર્થો માટે હાથ મેળવ્યા છે.તેમના કોઈ નેતા નથી કોઈ વિચારધારા નથક્ષ તેઓ માત્ર મોદી અને એનડીએને હરાવવા માટે જ એકઠા થયા છે. તેમને વિપક્ષો પર એવો ટોણો માર્યો હતો કે કદાચ ભૂલથી પણ તમે સરકાર બનાવશો તો તમારા વડાપ્રધાન કોણ હશે? તે અંગે તમે પણ સ્પષ્ટ નથી.
મોદી સરકારના શાસનની ઉપલબ્ધી ગણાવતા અમિત શાહે જણાવ્યું હતુ કે દેશનાં ગરીબ અને જ‚રીયાતમંદ ૭ કરોડ ઘરોમાં રાંધણગેસ આપવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં કરોડોની સંખ્યામાં ટોયલેટો બનાવવામાં આવ્યા છે. નાના ખેડુતોને સીધી આર્થિક સહાય કરવામાં આવી છે. આવી અનેક લોકપયોગી યોજનાઓ મોદી સરકારમાં બની છે. જયારે કોંગ્રેસ પાર્ટીનો ચોથી પેઢીના નેતા હજુ પણ ગરીબીને દૂરક રવાના વચનો આપે છે. પરંતુ ગરીબીને દૂર કરવા માટે કશુ કરતા નથી.