વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવનાર ભારત હવે સંશોધન પર વધારે ભાર મુકવામાં આવતા વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યો છે
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના કોરોના સામેના જંગની રણનીતી પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. દેશમાં કોરોનાને રોકવા સમયસરના લોકડાઉનના કારણે વિરાટ અને ગીચ વસ્તી હોવા છતાં દર્દીઓની સંખ્યા કાબુમાં હોય વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુટીઓ એ પણ ભારતના પગલાન સરાહના કરી હતી. કોરોનાની કટોકટી પછી ભારત મજબુતાપૂર્વક પરિવર્તન કેન્દ્ર ઇનોવેશન હબ બનવાની એક તક ઉભી થઇ છે. કોરોના વાયરસ તો ઠીક પણ કોઇપણ રોગચાળા સામે ભારત પાસે આંતર માળખાકીય વ્યવસ્થા અને સુવિધા અને આગોતરી તૈયારીઓ માટેની તક ઉભી થઇ છે.
ભારત પાસે શકિતશાળી સાધન સરંજામ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વ્યવસ્થા સાથેનો માહોલ શિક્ષણ અને ઉઘોગ જગતના સહયોગથી ભારત નવી દવાઓનું સંશોધન અને ઇલાજ માટે વિશ્વમાં સૌથી સારુ કામ કરી શકે તેમ છે. તેમ ઓર્ગેનાઇઝેશન ઓફ ફાર્મા સ્યુટીકલ પ્રોડયુસર ઓફ ઇન્ડીયા ઓપીપીઆઇ ના મહાનિર્દેશક કે જે અનંત કિશનનએ જણાવ્યું હતું. બેનેટ યુનિવર્સિટી રાતે બાોટેકટુ રેસ્કયુ પરિસંવાદમાં બોલતા કે જે અનંત કિસજાને જણાવ્યું હતું કે આપણે સામુહિક રીતે વિશ્વના આરોગ્ય ક્ષેત્રે ચર્ચા સંશોધન અને પરામર્થથી આ વાયરસ સામે અસરકારક ઇલાજ શોધી શકીશું. ઘણાં લોકો આ દિશામાં સંશોધન કરી રહ્યા છે. અને તે ટુંક સમયમાં સારા પરિણામો મેળવી શકશે.
અત્યારની પરિસ્થિતિમાં આપણે ટેસ્ટની સુવિધા ઝડપી અને વ્યાપક બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અને ઘણા લોકો સંયુકત રીતે દવા બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે તેમ કોરોના રસીના સંશોધન વિકાસ અને વિનિમય વિષય ઉપર બોતા જણાવ્યું હતું ભારત માટે કટોકટીનો આ કાળ નવી સફળતા અને ભાવી કટોકટી માટે તૈયારીનું અવસર બની જશે. અત્યારે ભારત કોરોનાના સંક્રમણ સામે દેશની ૧૩૦ કરોડની પ્રજાને સુરક્ષિત રાખવામાં સરેરાશ જોવા જઇએ તો ચીન, અમેરિકા, બ્રિટન, ઇટાલી સહિતના દેશો કરતાં ખુબ જ સારી રીતે લડત આપીને સંક્રમણનો પ્રભાવ કાબુમાં રાખવામાં સફળ રહ્યું છે.
રૂઢિચુસ્ત માનસિકતાના કારણે યુરોપીયન દેશો કોરોના સામે ઘુંટણીએ
માનવ જીવનમાં વિકાસ કરવા માટે જેમ સંશોધન સતત જરુરી છે તેમ સંશોધન કરવા માટે મગજમાં સતત નવા વિચારો આવવા જરુરી છે રૂઢિચુસ્ત માનસિકતાના કારણે આવા સંશોધનાત્મક વિચારો આવતા નથી. સદીઓ પહેલા ઇગ્લેન્ડ સહિતના યુરોપીયન દેશોએ પોતાની સંશોધન શકિતના આધારે વિશ્ર્વના મોટાભાગના દેશો પર પોતાનો વાવટો ફરકાવ્યો હતો. પરંતુ, દાયકાઓની યુરોપીયન દેશોની બોલબાલા પુર્ણ થઇ ગઇ હોવા છતાં આ દેશોના લોકોની માનસિકતા હજુ પણ રૂઢિચુસ્ત રહેવા પામી છે. તેઓ પોતાની જાતને બીજા લોકો કરતા શ્રેષ્ઠમાને છે. જેના કારણે યુરોપીયન દેશો પોતાની આરોગ્ય સુવિધાને વિશ્ર્વમાં સૌથી શ્રેષ્ઠ માનતા રહ્યા અને કોરોના વાયરસને ગંભીરતાથી લીધું ન હતું. આ ગંભીરતા ન લેવાતા કારણે જ યુરોપીયન દેશોમાં કોરોનાએ કહેર મચાવ્યો અમો હજારો લોકોના મૃત્યુ થવા પામ્યા હતા.
વિશ્વની સૌથી વધુ યુવા શકિત ભારતની સૌથી મોટી શકિત
કોઈ પણ દેશની શકિત તેની યુવા શકિત હોય છે. હાલ ભારતમાં તેની કુલ વસ્તીના ૩૧ ટકા લોકો ૧૮ થી ૩૫ વર્ષની વય વચ્ચેના છે યુવાનોમાં કંઈક નવું કરવાનું મહત્વાકાંક્ષા વધારે હોય છે. જેથી છેલ્લા થોડા દાયકાઓથી ભારતમાં નવા સંશોધનો કરવાનું પ્રમાણ વધ્યું છે. નવ સંશોધનો કરવાથી મગજની વિચારવાની શકિતમાં વધારો થતો હોય છે. કહેવાય છે કે વર્તમાન સમયમાં નોલેજ ઈઝ ધ કીંગ જેની પાસે જ્ઞાન હશે તે જ વિકાસ કરી શકશે. વિકાસ કરવા માટે ભારતમાં સતત અવનવા સંશોધનો થઈ રહ્યા હોય આગામી સમયમાં આ સંશોધનોના આધાર પર જ ભારત વિશ્ર્વગૂરૂની ભૂમિકામાં આવી શકશે.