વૈશ્વિક હેલ્થ પ્રોગ્રામ હેઠળ ભારત પબ્લીક ઈન્વેસ્ટમેન્ટને વધુ પ્રાધાન્ય આપશે ભારતની નબળાઈ આગામી દિવસોમાં વિકાસ યોજના તરીકે વિકસિત થશે
કોરોનાની મહામારી વચ્ચે વિશ્ર્વનાં અનેક દેશો હેલ્થને લઈ ઘણા પાછળ રહ્યા છે. સ્પેન જેવો દેશ કે જે મેડિકલ ક્ષેત્ર પર પ્રભુત્વ જમાવ્યું છે તે પણ આ પરિસ્થિતિમાં નિષ્ફળ સાબિત થયું છે. હાલ ભારત માટે હેલ્થ કેર વિષય નબળાઈભર્યો રહ્યો છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે તે દેશ માટેનો ગ્રોથ પ્લાન બની રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. દેશને હેલ્થ કેર ક્ષેત્રે વિકસિત કરવા માટે વૈશ્ર્વિક હેલ્થ પ્રોગ્રામ હેઠળ દેશ પબ્લીક ઈન્વેસ્ટમેન્ટને વધુ પ્રાધાન્ય આપશે અને પોતાની નબળાઈને દુર કરવા માટેના પ્રયત્નો પણ હાથ ધરશે. હેલ્થ કેર ક્ષેત્રમાં દેશ જો આગળ આવશે તો તે આગામી દિવસોમાં વિદેશોમાં ડોકટરો, નર્સ તથા પેરામેડિકસ સ્ટાફને સેવા માટે પણ મોકલી શકશે.
વિશ્ર્વભરમાં હેલ્થ કેર ક્ષેત્ર માટે ભારતનું સ્થાન ખુબ જ પાછળ છે પરંતુ કોરોના વાયરસનાં કારણે જે મેડિકલ ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવ્યો તેવા દેશોમાં આ મહામારી સૌથી ઝડપથી આગળ વધી રહી છે અને ઘણાખરા લોકોનાં ભોગ પણ લીધા છે. જયારે વિશ્ર્વમાં અન્ય દેશોની સરખામણીમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોનો મૃત્યુદર ખુબ જ ઓછો જોવા મળ્યો છે. સર્વેમાં મળતી વિગતો મુજબ અમેરિકા જે રીતે જગત જમાદારપણું કરી રહ્યું છે તે પણ આ સ્થિતિમાં નિષ્ફળ સાબિત થતા અમેરિકાનું હેલ્થ મોડેલ ન અપનાવવા તાકિદ કરવામાં આવી છે. હેલ્થ ક્ષેત્રે ભારત દેશ સૌથી ઓછા પ્રમાણમાં ખર્ચો કરતા નજરે પડે છે જેને લઈ મધ્યમ વર્ગના લોકોને ઘણીખરી અસર પણ પહોંચવા પામી છે. વૈશ્ર્વિક રીતે જો સરખામણી કરવામાં આવે તો હેલ્થ ક્ષેત્રે સૌથી વધુ આવક ધરાવતા દેશો જીડીપીમાં હેલ્થ માટે ૫.૬૧ ટકા ફાળવે છે જયારે મીડલ ઈન્કમ દેશોથી થોડા ઉંચા દેશો હેલ્થ ક્ષેત્રે ૩.૯૭ ટકા, મીડલ ઈન્કમ ગ્રુપથી નીચેના દેશો ૨.૪૩ ટકા અને સૌથી ઓછું કમાતું દેશ હેલ્થ ક્ષેત્રે ૧.૫૭ ટકા જેટલો ફાળો આપે છે. આ તમામની સરખામણીમાં ભારત સૌથી નીચે જોવા મળ્યું છે કે જેને માત્ર ૧.૧૭ ટકા જ રૂપિયા જ જીડીપીમાં હેલ્થ ક્ષેત્રે ફાળવ્યા છે.
કોરીયાએ હેલ્થ ક્ષેત્રમાં ૧૦૦ ટકા પોતાનો પગદંડો જમાવવા માટે ૧૨ વર્ષ જેટલો સમય લાગ્યો છે ત્યારે જો ભારત દેશ પબ્લીક ઈન્વેસ્ટમેન્ટ થકી હેલ્થ ક્ષેત્રમાં આગળ આવવા માટે યુનિવર્સલ હેલ્થ પ્રોગ્રામ અત્યંત જરૂરી છે. અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશની હેલ્થ વ્યવસ્થા અત્યંત ખરાબ તબકકામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આ ક્ષેત્રને વધુ મજબુત કરવા માટે પબ્લીક ઈન્વેસ્ટમેન્ટ અત્યંત આવશ્યક બન્યું છે.