હાર્દિક પંડ્યા ટીમમાં સ્થાન પ્રાપ્ત કરશે કે કેમ તે 15 ઓક્ટોબર બાદ જ ખ્યાલ આવશે
17 ઓક્ટોબરથી આઈસીસી ટી-20 વિશ્વકપ ઓમાન અને યુએઈ ખાતે રમવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા હજુ પણ તેમની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે સંપર્ક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી ૧૫ ઓક્ટોબર બાદ ભારતીય ટીમ જાહેર થશે જેનું મુખ્ય કારણ ક્યાંકને ક્યાંક હાર્દિક પંડ્યા હોવાનું પણ સામે આવી.
હાર્દિક પંડ્યા ની ફિટનેસને લઈને ઘણાં પ્રશ્નો ઉદભવી થઈ રહ્યા છે અને તેને આઇપીએલમાં એક પણ હોવા પૈકી નથી ત્યારે જો હાર્દિક પંડ્યા પોતાની ફિટનેસ સાબિત કરી શકશે અને બોલિંગ કરવા માટે સક્ષમ બનશે તો તેને ટીમમાં સ્થાન મળશે પરંતુ હાલની સ્થિતિએ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટીમમાં હાર્દિક પંડ્યા ને સ્થાન મળશે કે કેમ? આઈસીસી દ્વારા ઓક્ટોબર 10 સુધીમાં તમામ ટીમો અને તેમની ટીમ ની જાહેરાત કરવાની હતી પરંતુ હજુ સુધી ભારત એ કરી શકવામાં સફળ નીકળ્યું નથી ત્યારે આગામી 23 ઓક્ટોબરથી સુપર 12 સિરીઝ ચાલુ થશે.
બીજી તરફ બીસીસીઆઈ દ્વારા શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર અને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે. તેમાં પણ જો ખેતી મુજબ શાર્દુલ અથવા તો દીપક બંને માં થી એકને ટીમમાં સ્થાન મળશે તો હર્ષલ પટેલને યુએઈમાં જ રહેવા જણાવવામાં આવશે. બીસીસીઆઈ અને સિલેક્ટરો દ્વારા એ વાત સામે આવી છે કે ટીમમાં બદલાવ માત્ર અને માત્ર ફિટનેસ ના આધારે જ કરવામાં આવશે. બીજી તરફ વરુણ ચક્રવર્તી ને પણ ટીમમાં સ્થાન મળે તે માટે સિલેક્ટરો કરો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી તરફ વિશ્વ કપમાં ખેલાડીઓના પરિવાર તેમની સાથે રહેશે કે કેમ તે અંગેનો નિર્ણય પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.
ટી-20 વિશ્વકપ વિજેતા ટીમને મળશે ૧૨ કરોડ રૂપિયાનું રોકડ ઇનામ
આઈસીસી દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટી-૨૦ વિશ્વ કપમાં જે ટીમ વિજય થશે તેને ૧૨ કરોડ રૂપિયા નું રોકડ ઇનામ આપવામાં આવશે, બીજી તરફ સેમી ફાઈનલ લિસ્ટ ટીમને ત્રણ કરોડ અને રનર્સ-અપ ટીમને છ કરોડ રૂપિયા નું ઇનામ અપાશે. ત્યારે t20 માટે સુપર 12 સ્ટેજમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ ,ઇન્ડિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન ,સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ નો સમાવેશ થયો છે.
બીજી તરફ સુપર બારમા પહોંચવા માટે જે ટીમ હરોળમાં છે તેમાં બાંગ્લાદેશ, આયર્લેન્ડ, નામિબિયા, નેધરલેન્ડ, ઓમાન, સ્કોટલેન્ડ અને શ્રીલંકા નો પણ સમાવેશ થાય છે. આઇસીસીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે દરેક મેચમાં બે એક્સ્ટ્રા ડ્રિન્ક ઇન્ટરવલ પણ આપવામાં આવશે. ઓફિસિયલ ડ્રિન્ક બ્રેક રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બ્રોડકાસ્ટર જાહેર ખબરમાં થી પોતાની આવક રળી શકે કારણ કે આ વખતે જાહેરાત માટેના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે ખૂબ જ વધુ છે અને મુખ્યત્વે આ ભાવ ભારતના મેચમાં વધી પણ શકે છે.