ઈરાન, રશિયા, તુર્કી, ઈરાકને પણ સિંહ ફાળો આપવા કરી વિનંતી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારનાં રોજ જણાવ્યું હતું કે, ભારત, ઈરાન, રશિયા અને તર્કી જેવા દેશોએ આતંકવાદ વિરુઘ્ધ લડવું પડશે. હાલ ૭૦૦૦ માઈલ દુર અમેરિકા એકમાત્ર આતંકવાદ સામે અફઘાનિસ્તાનમાં લડી રહ્યું છે ત્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે, અન્ય દેશો દ્વારા જે પગલા લેવામાં આવવા જોઈએ આતંકવાદને ડામવા માટે તે લેવામાં આવતા નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આતંકવાદને નેસ્તનાબુદ કરવા માટે રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક અને તર્કીએ પણ જંગ લડવી પડશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં વસ્તા ખલીફાઓને નાસ ૧૦૦ ટકા કરી દીધો છે. પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, આઈએસઆઈએસનું નેટવર્ક ઘણું વધુ પથરાયેલું છે જેથી એકમાત્ર અમેરિકાથી આ નેટવર્કને ડામી શકાય તેમ નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અનેક સમયથી અમેરિકા અફઘાનિસ્તાનમાં વસવાટ કરી રહ્યું છે તો શું હજુ વધુ ૧૯ વર્ષ અમેરિકાએ આતંકવાદને નાબુદ કરવા માટે કાઢવા પડશે ? જેથી થોડા મુસદાઓને ધ્યાને લઈ રશિયા સહિત ઈરાન, તર્કી, ઈરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા ભારતે આતંકવાદ વિરુઘ્ધ લડવું પડશે. હાલ અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય તૈનાત છે ત્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ પુરું સૈન્ય અફઘાનિસ્તાનથી પાછું નહીં હટાવે જેથી તેની અવેજીમાં અન્ય દેશોએ અમેરિકાને મદદ પણ કરવી પડશે જેથી તાલીબાની લોકો અફઘાનિસ્તાન પર તેની જોહુકમી પ્રસ્થાપિત ના કરી શકે.

ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને તાકીદ કરતા જણાવ્યું હતું કે, ૭૦૦૦ માઈલ દુર હોવા છતાં અમેરિકા એકલા હાથે જંગ લડી રહ્યું છે જયારે અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાનની નજીકમાં હોવા છતાં બંને દેશો દ્વારા કોઈપણ નકકર પગલા લેવામાં આવતા નથી. માત્ર તેઓ તેમનું યોગદાન ખુબ જ નિમ્ન રીતે આપી રહ્યા છે જે ખરાઅર્થમાં યોગ્ય ના કહી શકાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અન્ય દેશો દ્વારા કહેવામાં આવતું હતું કે, અફઘાનિસ્તાનમાં આતંકવાદને નાબુદ કરવા માટે વર્ષોનો સમય લાગી જશે પરંતુ અમેરિકાએ આ કાર્ય માત્ર એક માસમાં જ પૂર્ણ કર્યું છે. અંતમાં પત્રકારો સાથે વાતચીત કરતાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓએ હજારો આઈ એસ આઈએસનાં લડવૈયાઓને પકડી લીધા છે અને હવે આ તમામ લડવૈયાઓને યુરોપે સંભાળવા પડશે અને જો યુરોપ આ કાર્ય કરવામાં અસક્ષમ સાબિત થશે તો અમેરિકા પાસે અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં માત્ર તેઓને છોડી દેવામાં આવશે. હાલ આ તમામ લોકો જર્મની અને ફ્રાંસથી આવ્યા હોવાનું ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.