બિઝનેસ લીડર ઓફ ધ યરનો એવોર્ડ અંબાણીના નામે
રિલાયન્સે ભારતમાં ૩.૫ લાખ કરોડનું રોકાણ કર્યુ છે
રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીસએ ભારતનો ડંકો વિશ્ર્વરભરમાં પોતાની સતત મહેનત દ્વારા વગાડી દીધો છે. ભારતના અર્થતંત્રમાં પણ રિલાયન્સ ભાગીદાર બન્યું છે. તેના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારતના અથતંત્રને તેઓ ત્રણ ગણુ બમણું કરવા માગે છે. જેથી વિશ્ર્વને ભારતમાં રોકાણ કરતા કરી શકાય. ઇકોનોમિક ટાઇમ્સ એવોર્ડમાં કોપોરેટ સેકસીલેન્સ રીલાયન્સ લીમીટેડના ચેરમેન મુકેશ અંબાણીને ઉવાચ કરાયા હતા બીઝનેશ લીડર ઓફ ધ યરનો એવોર્ડ મેળવતા સીનીયર અંબાણીએ ભારતને વિશ્ર્વબજારમાં સૌથી બળવાન બનાવવાના તેમના વિચારની વાત કરી હતી રિલાયન્સે ભારતમાં ૩.૫ લાખ કરોડનું રોકાણ કર્યુ છે. જે તેણે ચુકવી દીધા છે. વર્ષ ૨૦૦૬ બાદ બીજી વખત અંબાણી ગ્રુપને ઇકોનોમીક ટાઇમ્સ તરફથી એવોર્ડ મળ્યો છે. અંબાણીએ જણાવ્યું હતું કે રોકાણકારો માટે વિદેશમાં રોકાણ કરવાનું ચલણ વધી ગયું હતું. આપણા પૈસાનું રોકાણ આપણે અન્ય દેશોમાં શુકામ કરવું જોઇએ માટે તેઓ ભારતીયો સહીત અન્ય દેશોના રોકાણકારોને પણ ભારત તરફ આકર્ષવા માગે છે.મુકેશ અંબાણીએ જણાવ્યુ હતું કે તેમણે ભારતમાં ‚ા ૩.૫ લાખ કરોડનું રોકાણ કયુૃ છે. જેનો સૌથી મોટો હિસ્સો જીયો ટેલીકોમ ધરાવે છે. રિલાયન્સે જીયો ઇન્ફોકોમ દ્વારા ગયા વર્ષથી સૌથી વ્યાજબી ભાવમાં ભારતના લોકોને મોબાઇલ ડેટા અને ફ્રી વોઇસ કોલીંગની સુવિધા આપી છે. જો કે જીયો આવ્યા બાદ ભારતીયોનું ડિજીટાઇઝેશન તરફનું વલણ વઘ્યું હતું. માટે મોદીજીના મેકઇન ઇન્ડીયા મિશનમાં પણ તેનો કયાંક તો ભાગ રહ્યો જ છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે જીયોના આગમનથી તેમને અન્ય ટેલીકોમ કં૫નીઓ સાથે તીવ્ર સ્પર્ધા વધી રહી છે. જો કે જીયોના પ્લાન સ્કીમથી અન્ય ટેલીકોમ કંપનીઓ ચોકકસ હચમચી ઉઠી છે. પરંતુ તે હજુ સારા સંબંધો બને તેવી આશા રાખે છે. અંબાણીએ ભારતી ગુપના ચેરમેન સુનીલ મિતલ, આદિત્ય બિરલાના ચેરમેન કુમાર મંગલમ અને વોડાફોન ઇન્ડીયાન સીઇઓ સુનીલ સૂદને સંબોધીને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના દ્રષ્ટીકોણ મુજબ ભારતમાં તેઓ ન્યાયપ્રિય રાજતીની તેમજ ઓપન ટ્રાન્સેકશન મેળવવા માટે છે. મતલબ આ કંપનીઓ સાથે પણ તે સંપર્ક સાધવા માગે છે. મોબાઇલ ડેટા માર્કેટમાં જીયો ૧૪૦ મીલીયન ગ્રાહકો દ્વારા ભારતમાં પહેલા ક્રમે પહોંચી ગયું છે. તેમને વિશ્ર્વાસ છે કે જે વિકાસ છેલ્લા ૩૦૦ વષોમાં નથી થયો તે ભારતના ભવિષ્યમાં ૨૦ વર્ષમાં જ થઇ જશે. જીયોએ ભારતના સંરક્ષણ આધારરુપ કાયમી બાંધકામોને વિશ્ર્વભરની સરખામણીએ સ્થાન આપ્યું છે.