-
વર્ષ 2019માં આ દિવસે, કલમ 370 બિનઅસરકારક બની હતી.
-
વર્ષ 2020માં રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
-
આ બંને કામો મોદી સરકારના શાસનમાં થયા હતા.
India: 5મી ઓગસ્ટ છે. ભારતના ઈતિહાસમાં આ તારીખ બે કારણોસર યાદ કરવામાં આવે છે. આ બંને કામો મોદી સરકારના કાર્યકાળમાં થયા છે. પ્રથમ ઐતિહાસિક કાર્યવાહી 5 ઓગસ્ટ, 2019ના રોજ થઈ હતી. જયારે દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નિષ્ક્રિય કરવાની જાહેરાત કરી હતી. આ સાથે બીજું મોટું કામ 5 ઓગસ્ટ, 2020 ના રોજ થયું હતું, જ્યારે યુપીના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન થયું હતું.
આર્ટીકલ 370 હટાવાઈ:
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 હટાવવાનું હંમેશા વચન આપવામાં આવ્યું છે. 2019માં જ્યારે અમિત શાહ પહેલીવાર દેશના ગૃહમંત્રી બન્યા ત્યારે લોકોને એવી અપેક્ષા હતી કે તેઓ કોઈ મોટા નિર્ણય લઈ શકે છે. ઓગસ્ટમાં આર્ટીકલ 370 હટાવતા પહેલા કાશ્મીરના ઘણા મોટા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા, જેથી કોઈ તેને હટાવવાનો વિરોધ ન કરી શકે. એવું લાગતું હતું કે કાશ્મીરમાં કંઈક થવાનું છે, પરંતુ સરકાર કલમ 370 હટાવી દેશે એવો અંદાજ ભાગ્યે જ કોઈને હતો. ત્યારે ગૃહમંત્રી શાહે સંસદમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને સરળતાથી પસાર કરવામાં આવ્યો હતો.
રામ મંદિરનો શિલાન્યાસ કરાયો
5 ઓગસ્ટ, 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો, જે દરમિયાન તેમણે ભૂમિપૂજન પણ કર્યું. આ વિવાદ છેલ્લા 492 વર્ષથી ચાલી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અહીં રામ મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અહી ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવી હતી. ત્યારથી હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા.