બેલેન્સ ઓફ ટ્રેડને ધ્યાને લઇ ભારત યુકે વચ્ચે થનારા વ્યાપારિક કરારો નવા દ્વાર ખોલશે

સમગ્ર વિશ્વમાં હાલ ભારતનું પ્રભુત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે હાલ રશિયા યૂક્રેન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તેને તને લઈ ઘણા ખરા પ્રશ્નો યુરોપના દેશોની સાથોસાથ યુકેને પણ વેઠવા પડ્યા છે. અરે ભારત અને યુકે વચ્ચે જે વ્યાપારિક કરો થવા જઈ રહ્યા છે તેનાથી યુકેન ની સાથે ભારતને પણ ઘણાખરા ફાયદા પહોંચશે અને આર્થિક વૃદ્ધિમાં પણ ઘણો લાભ થશે. ભારત યુકે વચ્ચે મુક્ત વેપાર સંધિ જે થવા જઈ રહી છે તેને બ્રિટિશ વડાપ્રધાનને હર્ષભેર આવકાર્યું છે. બીજી તરફ ભારત માટે પણ યુરોપમાં ધંધો કરવા માટેની એક ઉત્તમ તક સાંપડી છે ત્યારે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વ્યવસાયિક સંબંધો વધુ વિકસીત થતાં ભારત માટે નવી દિશા મળશે.

જે સમયથી યુકે યુરોપિયન યુનિયનમાં થી અલગ થયું ત્યારબાદ ઘણી વ્યવસાયિક રીતે તકલીફો ઊભી થયેલી છે જેના ભાગરૂપે હવે ભારત સાથેના વ્યાપારિક સંબંધ યુકેને અત્યંત ફાયદારૂપ નીવડશે. એટલું જ નહીં યુરોપિયન યુનિયનના 27 દેશો ના સમૂહ સાથે વ્યાપારિક સંબંધો વિકસિત કરવા માટે અનેકવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે ત્યારે હવે યુકે સાથે જે મુક્ત વેપાર સુધી થવા જઈ રહી છે તેનાથી ભારત ફાર્મા, રમત-ગમતના સાધનો, હેન્ડલુમ, પ્રોડક્ટ સહિતની ચીજવસ્તુઓની નિકાસ કરશે.

સૌથી મોટી વાત એ છે કે ભારત માટે વ્યાપારિક સંબંધો મજબૂત બનાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે અન્ય દેશોની સરખામણીમાં ભારત બેલેન્સ ઓફ ટ્રેડ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જ્યારે ભારત નું બેલેન્સ ઓફ ટ્રેડ યોગ્ય રહેશે ત્યારે નિકાસ પૂર ઝડપે આગળ વધશે અને વિદેશી હૂંડિયામણ ભારતમાં લાવવામાં આવશે. ગીતા રફ ભારત અને યુકેના સંબંધો વધુ ગાઢ બનતા હવે વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે તત્પર બની રહી છે અને તેનાથી રોજગારીની વિપુલ તકો પણ ઊભી થશે જે ભારત માટે અત્યંત કારગત નિવડશે. વ્યાપારિક મુદ્દે અને વૈશ્વિક ફલક ઉપર ભારતનું જે રોલ છે ત્યારે અત્યંત મહત્વનો બની ગયો છે ત્યારે ભારત જેની વહારે આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ રહ્યું છે જે ભારત માટે વિકાસના દ્વાર ખોલશે.

યુ.કેની કંપનીઓ ભારતમાં આવતા રોજગારી ઉભી થશે

યુરોપિયન યુનિયનમાં થી જ્યારે યુકે બહાર નીકળ્યું ત્યારે વ્યાપારિક સંબંધો ભારત સાથે વિકસિત કરવા માટે અત્યંત જરૂરી હતા ત્યારે આગામી માસમાં જે મહત્વપૂર્ણ બેઠક મળવા જઇ રહી છે તેમાં ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર સંધિ થશે જેનાથી ભારતને ઘણોખરો લાભ મળશે એટલું જ નહીં યુકેની કંપનીઓ ભારતમાં રોકાણ કરતી હોવાથી નવી રોજગારીની તકો પણ ભારતને સાંપડશે.

યુરોપના દેશોમાં ભારત ત્રીજું મોટું  ટ્રેડિંગ પાર્ટનર

અમેરિકા અને ચાઇના બાદ યુરોપિયન યુનિયનનો માં જે દેશ સૌથી વધુ વ્યાપાર કરી રહ્યું છે તેમાં ભારત ત્રીજા ક્રમે છે. કારણ કે ભારત તરફથી યુકેમાં શેત ચીજવસ્તુઓની સાથે ફાર્મા લેધર સહિતની ચીજવસ્તુઓ નો વિકાસ કરે છે જે ખરા અર્થમાં દેશના વિકાસને ખૂબ ફાયદો પહોંચાડશે. તરફ વિશ્વના અનેક દેશોને ભારત ઉપર જે ભરોસો અને વિશ્વાસ છે તે વધ્યો છે કારણ કે ભારત એકમાત્ર એવો દેશ છે કે જે દરેક જરૂરિયાતોને પહોંચી વળવામાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

વ્યાપાર ક્ષેત્રે ભારતનું પ્રભુત્ત્વ યુકેમા વધશે!!!

વ્યાપાર ક્ષેત્રે ભારતનું પ્રભુત્વ દિન-પ્રતિદિન વધી રહ્યું છે તેમાં પણ જ્યારે ભારતની વાત કરવામાં આવે તો યુરોપમાં ઘણી એવી ચીજ વસ્તુઓ છે કે જેનું નિકાસ એકમાત્ર ભારત જ કરી શકે તેમ છે જેથી યુરોપમાં ભારતનું પ્રભુત્વ ખૂબ વધશે એટલું જ નહીં હાલમાં શરૂ થયેલી વાટાઘાટો બાદ બંને પ્રાંતો માટે આગામી એક દાયકો અત્યંત મહત્વપૂર્ણ નીવડશે અને દિશા સૂચક પણ બની રહેશે ત્યારે ભારતનું પ્રભુત્વ અને ભારત સાથેના વ્યાપારિક સંબંધો અનેકવિધ નવી દિશાઓ ખોલશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.