સુકાની વિરાટ કોહલીએ કારકિર્દીની ૩૩મી સદી નોંધાવવા ઉપરાંત અજિંકય રહાણે સાથે નોંધાવેલી ૧૮૯ રનની ભાગીદારીની મદદથી ભારતે અહીં રમાયેલી પ્રથમ વન-ડે માં સાઉથ આફ્રિકાને ૬ વિકેટે હરાવીને ૬ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી હતી.
ટેસ્ટમાં ભારતનો નં.૧ છીનવનાર દ.આફ્રિકાનો વન-ડે રેકિંગનો તાજ છીનવવાનો ભારત પાસે ચાન્સ છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરનાર આફ્રિકન ટીમે ૮ વિકેટે ૨૬૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ૪ વિકેટે ૨૭૦ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.
વિરાટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.ઓપનર રોહિત શર્મા તથા ધવન આઉટ થયા બાદ વિરાટ અને રહાણેએ ધીમે ધીમે ઇનિંગ્સને આગળ વધારી હતી ૧૮૯ રનની ભાગીદારી નોંધાવી હતી. આ સાથે વિરાટે ચેઝ માસ્ટર ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી છે. સૌથી વધુ રન ચેઝમાં સુકાની તરીકે ગાંગુલીએ સૌથી વધુ વન-ડેમાં સારો અંગત સ્કોર કરીને જીત મેળવી હતી. હવે ૩૩મી વન-ડે સદી કરીને સુકાની વિરાટે ગાંગુલીના આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આમ, વિરાટ તે રેકોર્ડ તોડવામાં પણ વિરાટ છે.
આ સિવાય તેણે વન-ડે જીતીને સાબિત કર્યુ છે કે ૫૦ ઓવરની મેચમાં તો ભારત જ બાપુજી છે તેમાં કોઇનો ગજ વાગે તેમ નથી.