ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાય રહેલી ટી-20 સીરિઝના બીજો મેચ ગુવાહાટીના નવા બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયો હતો. 7 વાર મળેલી હાર બાદ આખિરકાર “કાંગારૂ “એ એ આ મેચમાં જીત હાસિલ કરવામાં સફળ રહ્યા હતા પરંતુ મેચ બાદ હોટલ પછી ફરી રહેલી ટિમ ઓસ્ટ્રેલીયાની બસ પર પથ્થરમારો થયો હતો. ટીમના ઓપનર એરોન ફિંચે પોતાના ટ્વિટર પર બસની તૂટેલી બારીની તસવીર શેર કરતાં કેપશનમાં લખ્યું હતું કે ” હોટલ આવતા સમયે ટીમની બસની બારી પર પથ્થર ફેકવાનો આ અનુભવ ઘણો ડરાવનાર હતો”.

ત્યારે આ બાબતમાં અત્યાર સુધી આઇસીસી,બીસીસીઆઇ અને ક્રિકેટર ઓસ્ટ્રેલીયાની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ઓસ્ટ્રેલીયા ટી-20 ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે ફિંચના ટીવ્ટને રીટીવ્ટ્ટ કર્યું અને ગ્લેન મેક્સવેલે આ પોસ્ટને લાઈક કર્યું હતું. જેસન બેહરનડોર્ફ ના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાના ગેન્દ્બજોએ શાનદાર પ્રદશન કરી આ સિરીજની બીજી મેચમાં ભારતને 8 વિકેટે હાર આપી હતી. આ સાથે તેમને ટી-20માં તેમણે 1-1 સથે સીરિઝ ને બરાબર કરી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.