ઓસ્ટ્રેલિયાની જમીન પર ટીમ ઈન્ડિયાએ 10 વર્ષ પછી જીતની પતિકા લહેરવી છે. ગત વખતની જીત અનિલ કુંબલેની કેપ્ટનશીપ હેઠળ 2008માં મળી હતી. ત્યારે ભારતે 72 રનથી સામેની ટીમને હરાવી હતી. સાથે જ એડિલેડમાં 15 વર્ષ બાદ જીત મેળવી હતી.
ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવ્યું છે. સૌપ્રથમ ટોસ જીતીને ભારત બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 250 રને ઓલઆઉટ કરી દીધું હતું ત્યાર બાદ બેટિંગ માટે ઉતરેલા ઓસ્ટ્રેલિયા ને ભારતે 235 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું આમ ભારત ને 15 રનની લીડ મળી હતી.
ભારત તરફથી મળેલાં 323 રનના ટાર્ગેટને પ્રાપ્ત કરવા ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગના છેલ્લાં દિવસે 291 રનમાં જ ઓલઆઉટ થઈ હતી.
ભારતની ઓસ્ટ્રેલિયા ધરતી પર ઐતિહાસિક જીત મેળવી હતી.