ચીનની વિસ્તારવાદની નીતિ સામે ભારત-અમેરિકાના વ્યુહાત્મક સંબંધો વધુ મજબુત બનશે
પાછલા મહિને બંગાળની ખાડીમાં જાપાનની સાથે મોટાપાયે માલાબાર નૌસેના યુઘ્ધ ખેલ બાદ હવે ભારત અને અમેરિકા ફરી એક વખત સંયુકત યુઘ્ધ અભ્યાસનું આયોજન કરી રહ્યા છે. આ સંયુકત યુઘ્ધ અભ્યાસ સપ્ટેમ્બરમાં કરશે. ભારત અને અમેરિકા પોતાની રણનીતીક ભાગીદારી અને અભિસરણના ભાગરુપે પોતાના દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસોની ગુંજાઇશ, જટિલતા અને આવૃત્તિને સતત પણે કૈન્ક કરી રહ્યા છે. આ સંયુકત યુઘ્ધ અભ્યાસથી બંને દેશોના વ્યહાત્મક સંબંધો વધુ મજબુત બનશે.
આ બધા પરીબળોને જોતા, નવીદિલ્હી ભલે હજુ કોઇ ઔપચારિક ચતુષ્કોણીય સલામતીના ક્ષેત્રમાં સામેલ થવા તૈયાર નથી તેમ છતાં પણ એશિયા પેસિફીક ક્ષેત્રમાં ચીનની આક્રમકતા અને વિસ્તારવાદનો મુકાબલો કરે.
અમેરિકાના રાજય અને ડીફેન્સ ડીપાર્ટમેન્ટે તેના એક અહેવાલમાં કહ્યું કે અમે આ ક્ષેત્ર માટે અમારી રણનીતીક દ્રષ્ટિકોણ પર ભારતની સાથે આગળ વધી રહ્યા છીએ. ડીફેન્સને લઇ ભારત સાથેની ભાગીદારીથી અમારા રીઝન પર વ્યુહાત્મક દ્રષ્ટિકોણ રાખી રહ્યા છીએ. અને આ સાથે જ અમે ભારતને એક મહત્વપૂર્ણ ક્ષેત્રીય સુરક્ષા સહયોગીના રુપમાં જોઇએ છીએ. ભારત-અમેરિકા સંયુકત પણે યુઘ્ધાભ્યાસ સપ્ટેમ્બર માસમાં કરશે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટમ્પે જુન મહિનામાં અગાઉથી જ વિસ્તારીક ભારત-અમેરીકા રણનીતીક સંબંધોને વધુ મજબુત કરવાની સોગંધ ખાધી હતી. આ વ્યુહાત્મક સંબંધી સુનિશ્ર્ચિત કર્યા બાદ બરાક ઓબામા અને બુશ શાસનના કોઇપણ નિર્જર પ્રસ્થાન ન હતા.
એક વરીષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું કે: નિશ્ર્ચિતરુપથી અમુક આશંકાઓ હતી પરંતુ દ્રીપક્ષીય રક્ષા અને સુરક્ષા સહયોગને આગળ ધપાવવા ઘણાં બુનિયાદી સિઘ્ધાંતો હતા. યુનાઇટેડ બેસ લુઇસ મેકકોર્ડમાં ૧૪ થી ર૭ સપ્ટેમ્બર સુધી અમેરિકામાં આયોજીત યુઘ્ધ અભ્યાસ ના કાર્યક્રમને અંતિમ રુપ અપાશે.
ગોરખા રાઇફલના ૨૦૦ થી વધુ ભારતીય સૈનિકો આ યુઘ્ધ અભ્યાસ અંતર્ગત બટાલીયન સ્તરના ક્ષેત્રીય પ્રશિક્ષણ અભ્યાસમાં ભાગ લેશે જેનાથી બંન્ને દેશોના સંયુકત હથિયાર, વ્યુહાત્મક સંબંધો વગેરે વધુ મજબુત બનશે આ સંયુકત યુઘ્ધ અભ્યાસ થી બટાલીયન અને કંપનીસ્તર પર બન્ને દેશોની સેનાઓના સિઘ્ધાંતોને સમજવામાં મદદ મળશે.