ગૌતમ અદાણી ને ‘usibc” ગ્લોબલ લીડરશીપ એવોર્ડથી નવાજાયા
સમગ્ર વિશ્વના ઔદ્યોગિક જગતમાં આધુનિક ટેકનોલોજી અને ભાવિ દૃષ્ટિ સાથે વેપાર વ્યવસાયમાં ડંકો વગાડનાર ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને વિશ્વના ત્રીજા નંબરના સૌથી ધનિક ગોતમ અદાણીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા “યુ.એસ. આઇ.સીબી,સી” ગ્લોબલ લીડરશીપ એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા
એવોર્ડ સમારોહમાં ગૌતમ અદાણીએ આપેલા વક્તવ્યમાં જણાવ્યું હતું કે 2050 સુધીમાં અમેરિકા અને ભારતીય જીડીપી નું સંયુક્ત મૂલ્ય 70 ટ્રિલિયન અમેરિકન ડોલર થવાનો આશવાદ છે, ભારત અને અમેરિકાનો આ સહયોગ પરસ્પર બંને દેશોને જ નહીં સમગ્ર વિશ્વને ફાયદા રૂપ થશે, ભારત અમેરિકા ના સહયોગ થી ઊભું થનારું 70 અમેરિકન ડોલરનું આર્થિક સામ્રાજ્ય સમગ્ર વિશ્વના અર્થતંત્રના 35 થી 40% સુધી પહોંચવાની ક્ષમતા ઉભી કરશે ભારત અને અમેરિકા વચ્ચેના 150 અબજ ડોલરના પરસ્પરના દ્વિપક્ષીય વેપાર તો હજુ પાસેરામાં પહેલી પુણી છે, હજુ તો વધુને વધુ રોકાણ થશે…
અદાણી ગ્રુપ અત્યારે સોલર એનર્જી ક્ષેત્રે વ્યાપક પણે વિકાસ કરવા પ્રતિબધ બન્યું છે ..અને એ દિશામાં વધુ એક પહેલ કરતા અદાણી ગ્રુપ દ્વારા સોલર ટર્બાઇન હાઈડ્રોજન નું નિર્માણ કરવા માટે ત્રણ ગીગા ફેક્ટરીનું નિર્માણ કરશે 2030 સુધીમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં 70 અબજ ડોલરના રોકાણની યોજનાના ભાગરૂપે ફેક્ટરી નું નિર્માણ હાથ ધરવામાં આવશે અદાણી જૂથ 2030 સુધીમાં વિશ્વના ટોચના પુંન સર્જિત ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
તેના સથવારે તે હરિત ઊર્જા ક્ષેત્રે વધુને વધુ રોકાણ પર ભાર આપી રહ્યું છે, એવોર્ડ મેળવ્યા બાદ ગૌતમ અદાણીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે વિશ્વ સામે અત્યારે “આબોહવાનાપરિવર્તન” અને ગ્રીન એનર્જી સેક્ટર માટે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે આ માટે અદાણી જૂથ 70 અબજ ડોલરના રોકાણની પ્રતિબ્ધત્તા ધરાવે છેુ આ રોકાણના ભાગરૂપે દેશમાં ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવશે જે વિશ્વની સૌથી વિશાળ ગ્રીન એનર્જી વેલ્યુ ચેન તરફ ભારતને લઈ જશે.. આ ગીગા ફેક્ટરીઓ પોલીસ સિલિકોન થી સોલાર મોડ્યુલર અને હાઇડ્રોજન નું ઉત્પાદન કરશે જે આવનારા સમય માટે અનિવાર્ય બની રહેશે.
ગૌતમ અદાણીને “યુએસઆઈબીસી” ગ્લોબલસીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું ત્યાર બાદ તેમણે આપેલા વક્તવ્યમાં જણાવ્યું હતું કેનેસડેક ઉપાધ્યક્ષબઅમેરિકી ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા એડનાઇટ ભારત અમેરિકા વેપાર પરિસ્થિતિના પ્રમુખ બ્રીલીયન્ટ રાજદુત અતુલ કેસઅપ સહિતના મારા શુભેચ્છકો અને મારા માટે “યુએસઆઈ બી” ગ્લોબલ લીડરશીપ એવોર્ડ મેળવવો સન્માનની વાત છે ઉદ્યોગ જગતના અનેક માંધાતાઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં મને જે બોલવાની તક પ્રાપ્ત થઈ તે માટે હું આભારી છું આ એવોર્ડ ભારતની આઝાદીની 75 મી વર્ષ ગાંઠના અવસર પર આવ્યો છે ત્યારે તે મારા અને મારા દેશ માટે વધુ નોંધપાત્ર અને યાદગાર બની રહેશે
ભારત અને અમેરિકા નો આર્થિક સહયોગ આગામી 75 વર્ષની વિકાસ ગાથા ને રોડ મેપ પર લઈ જવા માટે મહત્વની બનશે… મુક્ત વેપાર ઉદારીકરણ અને પરસ્પરના અર્થ વ્યવસ્થા માં સહયોગ ના સંબંધોનું કેન્દ્ર માત્ર ભારત અમેરિકા જ નહીં સમગ્ર વિશ્વ માટે આશીર્વાદરૂપ બની રહેશે આપણે 2050 તરફ ઝડપથી આગળ વધીએ તે બંને દેશો સહિત સમગ્ર વિશ્વ માટે જરૂરી છે, આ બંનેના સહયોગથી 70 ટ્રિલિયન અમેરિકન ડોલરનું અર્થતંત્ર ઊભું થશે જે સમગ્ર વિશ્વના અર્થતંત્રનો 35થી 40% હિસ્સો બનશે 2050 સુધીમાં બંને દેશોની વસ્તી બે અબજથી વધુ અને વિશ્વની વસ્તીના લગભગ 20 ટકા હશે બંને દેશો વચ્ચે વેપાર ની કોઈ સીમા નથી હાલના 150 અબજ ડોલર નો વેપારતો પાસેરામાં પુણેથી જરાય વધારે નથી હું માનું છું કે બંને દેશો વચ્ચે ઉદારીકરણ અને પરસ્પરના સહયોગની ભાવના નો આ માહોલ અગાઉ ક્યારેય પ્રાપ્ય બન્યો ન હતો.
સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે વિશ્વ સામે હવામાન પરિવર્તનનો મોટો પડકાર ઊભો થયો છે વિકસિત દેશો અને વિકાસશીલ રાષ્ટ્રો ના સંયોગની ઘણી વાતો થઈ પરંતુ આ ક્ષેત્રમાં સહયોગની દ્રષ્ટિએ હજુ ઘણું કરવાનું બાકી છે.. આપણો ગ્રહ ઠંડો રહેવો જોઈએ અને ગ્રીન એનર્જી ની જરૂરિયાત છે જે આગામી દિવસોમાં સૌથી જરૂરી વેપાર બની રહેશે અમેરિકાનું કલાઈમેટ બિલ વિશ્વને આવકારું પડશે અદાણી જૂથ ગ્રીન એનર્જી માટે 70 ટ્રીલિયન ડોલરનું રોકાણ કરવા પ્રતિબંધ બન્યું છે હવે પછી સેમિક્ધડક્ટર ના ઉત્પાદન માટે અદાણી જૂથ પ્રતિબંધ બન્યું છે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં અર્થતંત્રના લગભગ દરેક ભાષામાં સેમિક્ધડક્ટર આવશ્યક છે.
વર્તમાન પરિસ્થિતિમાં લાખો એન્જિનિયર માટે ખાસ કરીને અમેરિકન કંપની માટે ભારત ખૂબ જ ઉપયોગી બની રહેશે, સેમિક્ધડક્ટર ના ઉત્પાદન માટે ભારત આત્મ નિર્ભર બનવા તત્પર બન્યું છે ટેકનોલોજી ટ્રાન્સફર માટે અમેરિકાનો સહયોગ આશીર્વાદરૂપ બની રહેશે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે નેશનલ ફર્સ્ટ ના અભિગમથી કોરોના સામે જંગ લડી રસી બનાવી અને રોગચાળાને દામી દીધો આ જ રીતે સંરક્ષણ અને સાઇબર જેવા મહત્વના ક્ષેત્રો માટે પણ અમેરિકા અને ભારતે એકબીજાનો હાથ પકડવો જોઈએ આ સહયોગ પણ વિશ્વ માટે આશીર્વાદરૂપ બનશે આ માટે હું “યુએસઆઈબીસી” ને એક વ્યાપક મંચ આપવાની સુવિધા માટે વિનંતી કરી રહ્યો છું.
જે નિયમિત ધોરણે ભારત અને અમેરિકાના ઉદ્યોગો અને એક કરીને રાખે જે આપણી 2050ના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય તેમણે જણાવ્યું હતું કે આ ફોર્મથી બહુવિધ પરિણામો બહાર આવશે અને એક અલગ વ્યવસાય મંચ ઊભું થશે અને અરસ પરના પડકારોને પહોંચી વળવા માટે પણ મદદરૂપ થશે હું વ્યક્તિગત રૂપે જે સંકલ્પ કરી શકું છું તે એ છે કે આપણે અહીં એકબીજાના પરસ્પર સહયોગ માટેની ભૂમિકા ભજવવાની પ્રતિભત્તા રાખવાની છે હું એ પણ કહું છે કે “યુએસઆઈબીસી” ના ભૂતપૂર્વપ્રમુખ નીસાબીસવાલે કરેલી કામગીરી અને હાલના પ્રમુખ અતુલ કેસપ્ દ્વારા કરવામાં આવેલા કાર્ય જરા પણ કમ નથી તેઓએ “યુએસબીઆઈસી”ને વધુ વ્યાપક બનાવ્યું છે.
એક કક્ષા પર લઈ ગયા છે કે જ્યાં હવે આપણા દેશો વચ્ચે વેપારી સંબંધોને વેગ આપવા માટે સૌથી નિર્ણાયક મંચ બની રહ્યું છે તેઓએ જે પહેલ કરી છે તેના માટે આપણે સહુએ તેમનો આભાર માનવો જોઈએ અને આપણા બંને દેશોને એકબીજાની નજીક લાવવામાં સહાયરૂપ થવાનું કાર્ય આગળ વધી રહ્યું છે મારા મતે “યુએસઆઈબીસી”ના માધ્યમથી ભારત અમેરિકાના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા માટે મેં જે વાતો પર પ્રકાશ પાડ્યો છે તેના પર આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે ભારત અને અમેરિકા બધા સંજોગો અને પડકારોનો સામનો અને સમસ્યાઓનો ઉકેલ શોધી લેશે તેવો મને આશાવાદ છે જે અવશ્ય પરિપૂર્ણ થશે અત્યાર સુધી અને હવે પછી ભારત અને અમેરિકા નો સહયોગ બંને દેશો માટે જ નહીં સમગ્ર વિશ્વના અર્થતંત્રને સકારાત્મક અસર કરનાર બની રહેશે તેમાં બે મત નથી
દુનિયાને હવે સેમિક્ધડક્ટર વગર નહીં ચાલે ભારતને આત્મનિર્ભર બનવું જ પડશે
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે 21મી સદીના વિશ્વમાં ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસ અનિવાર્ય છે તેમાં સેમિક્ધડક્ટરનું ખૂબ મહત્વ છે ભારતમાં સેમિક્ધડક્ટરના ઉત્પાદન અને આત્માને પર બનાવવા માટે અદાણી જૂથ ફેક્ટરી ની શૃંખલા અને જરૂરી રોકાણ માટે તૈયાર છે ભારતને સેમિક્ધડક્ટર માટે આત્મ નિર્ભર બનાવવું જ પડશે
પુન: પ્રાપ્ય ઉર્જા સિવાય છૂટકો નથી
21 મી સદીના વિશ્વ માટે પડકારરૂપ ગ્લોબલ વોર્મિંગ સામે વાતો થઈ પણ કામ થતું નથી અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી માટે ભવિષ્ય નો રોડ મેપ તૈયાર કરી ચૂક્યું છે દરેક દેશોએ પૃથ્વીને તપતી ઘટાડવા નકર કામગીરી કરવી પડશે તેના માટે પુન પ્રાપ્ય ઉર્જા સિવાય છૂટકો નથી