એક જ અઠવાડીયામાં રર આતંકવાદીઓનો ખાત્મો બોલાવતાં સુરક્ષા જવાનો
દક્ષિણ કાશ્મીરના સોપિયાન જીલ્લામાં સોમવારે વધુ ચાર હિજબુલ મુજાહેદીનના કમાન્ડર સહિતના આતંકિયાને એન્કાઉન્ટરમાં ઢીમ મારવામાં આવ્યા હતા. સોમવારે કમાન્ડર સહિતના પાંચ આતંકીયોને ઠાર મારવામાં આવતા છેલ્લા આ અઠવાડીયામાં રર દેશ વિરોધીતત્વોને ખાત્મો થઇ ગયો હતો.
જમ્મુ-કાશ્મીરમાં આતંક વિરોધી ઓપરેશનનોમાં ટોચના છ કમાન્ડર કક્ષાના આતંકિયો સહિતના રર આતંકવાદીઓને કાશ્મીરમાં ૯ એનકાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. કુલ ૮૮ મુજાહેદીનોને ૩પ જેટલા આતંકવાદ વિરોધી અભિયાનમાં જબ્બે કરવામાં આવ્યા હતા. જયારે પરદા પાછળથી કામ કરનારા કાર્યકરો અને ૪ર જેટલા આતંકના સર્મથકોને ચાલુ વર્ષમાં નાગરીક સુરક્ષા ધારા હેઠળ કાયદાના સંકજામાં લીધા હોવાનું કાશ્મીરના ડીજીપી દિલ્લાગસીંગ તેમના એક નિવેદનમાં માહીતી આપી હતી.
બોમ્બ અને આઇ.ઇ.ડી. નિષ્ણાંત ફૌજી ભાઇ નામનો આતંકી કે જે પુલાવામાં હુમલાને સફળતાપૂર્વક અંજામ આપનાર અને મોટરમાં બોમ્બ મુકનાર આતંકી પણ આ ઓપરેશનમાં મોતને ધાટ ઉતર્યો હોવાનું જણાવ્યું હતુ. પોલીસનું માનવું છે કે પુલવામાં કાંડ મિજબુલ અને જેસે મોહમ્મદનું સંયુકત કારસ્તાન હતું. જેમ મોટા આઇ.ઇ.ડી. હમુલાની ફિરોકમાં હતું. પરંતુ સુરક્ષા દળોએ તેને નાકામ કર્યુ હતું. ખીણ પ્રદેશમાં આતંકની પ્રવૃતિઓમાં તાલિબાનોની સંડોવણીની શકયતાનો તેમણે ઇન્કાર કર્યો હતો.
સોમવારે સર્જાયેલી અથડામણમાં ત્રણ જવાનો પણ શહીદ થયા હતા. ગુપ્તચર વિભાગને બાતમી મળી હતી કે જેસે મોહમ્મદના બે આઇ.ઇ.ડી. નિષ્ણાંત લંબુભાઇ અને વલીદભાઇ પાકિસ્તાનવાળાએ ખીણમાં સુરક્ષા દળો હુમલો કરી અબ્દુલ રહમાન, ઇલ્યિાસ ફોજી અને મસુદ અઝહર મુલતાનવાળો ગયા અઠવાડીયે પુલાવાવામાં સુરક્ષા દળોને હાથે એનકાઉન્ટરમાં ઠાર મરાયો હતો. આ બન્ને આતંકીયો મોટરમાં વિસ્ફોટનો સામાન ભરીને મઘ્ય કાશ્મીરના ચંડરા અને બળગામ અને પુલવામાં રવિવારે રાત સુધીમાં લોકશન મળતા સુરક્ષા દળોને હાઇએલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
કાશ્મીરના આઇ.ઇ.પી. વિજયકુમારે જણાવ્યું હતું કે અમે જેસે મોહમ્મદના ચીફ અબ્દુલ્લા રાશીદ કે જે પલવામાં ના ખરૈવ વિસ્તારમાં દેશ વિરોધી પ્રવૃતિઓને દોરી સંચાર કરે છે જેને ઓળખી લીધો હતો. તે જંગલમાં છુપાઇ ગયો હતો તો સોમવારે સેનાની ૪૪ આર.આર., એસ.આર.બી.એફ. અને સ્થાનિક પોલીસે સોપીયાનના વિસ્તારમાં ૪ આતંકીયો છુપાયા હોવાની બાતમીને આધારે ધેરાબંધી કરી હતી. આ આતંકીયો નાગરીકોને ભયભીત કરી જનજીવન અસ્તવ્યસ્ત કરવા માટે ગયા વર્ષે બહારથી આવેલા ટ્રક ડ્રાઇવરો અને પોલીસ પર જીવલેણ હુમલા કર્યા હતા. મેજર જનરલ સેન ગુપ્તાએ ૪કલાક લાંબા એનકાઉન્ટરમાં આતંકીયોને ખાત્મો કર્યો હોવાનો પત્રકારોને જણાવ્યું હતું.
સુરક્ષા જવાનોએ ૨૦૧૮થી સક્રિય હિજબુલના કમાન્ડર ઉમર ધોબી અને રઇશખાન, સકલૈન અને વકિલ નાયકના સાથીને ઓળખી કાઢયા હતા. લેફટને જનરલ બી.એસ. રાજ
ના મત મુજબ દક્ષિણ કાશ્મીરમાં રપ જેટલા વિદેશી અને પ૦૦ સ્થાનીક આતંકી સક્રિય છે. જનરલ સેનગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે સેના જનજીવનને બાનમાં રાખવાની પૈરવી કરનાર આતંકીયો સામે પોલીસના સહયોગથી સતત કાર્યવાહી કરી રહી છે. સ્થાનીક ધોરણે આતંકીયોને આસરો ન મળે તેની વ્યવસ્થા થઇ રહી છે. ૧૪ જેટલા ઘરોને ધેરાબંધી કરી લીધી હતી. અને આતંકીયોને ખતમ કરવાનો અભિયાન સવારના સાત વાગ્યા થી શરુ કરી દીધું હતું. અને લાંબી અથડામણ બાદ આતંકીયોને ઠાર મારવામાં સફળતા મેળવી હતી.
સેનાએ તકેદારી પૂર્વકની કામગીરી હાથ ધરતા નાગરીકોની મિલ્કતને જરાપણ નુકશાન થયું ન હતું. ડી.જી. પી. સીંગ ના મતી પાકિસ્તાન સેના સરહદ પર સતત પણે યુઘ્ધ વિરામ ભઁગ કરીને કાશ્મીરનું વાતાવરણ સળગતુ રાખવાની રણનીતી મુજબ સરહદને સળગતી રાખી મોસમના પ્રતિકુળ હવામાનનો લાભ લઇ આતંકીયોને ભારતમાં ધુસાડવાની પેરવી કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની હવે સોશ્યલ મિડિયાના માઘ્યમથી હવે યુવાનો આતંકવાદી બનાવવાનું કામ કરે છે. કાશ્મીરમાં શાંતિ સ્થાપિત ન થાય તે માટેના પ્રયાસોના ડ્રોનના માઘ્યમથી પણ દેશ વિરોધી પ્રવૃતિઓ થઇ રહી છે.
એલઓજી પર સતત ભયનું વાતાવરણ ઉભુ કરીને પાકિસ્તાન તેની મૈલી મુરાદ પાર પાડવા સતત પ્રયત્નશીલ રહે છે પરંતુ, ભારત તેની પેરવી દર વખતે નાકામ કરે છે. પાકિસ્તાનના લોમ્યપેડ ઉપરથી કાશ્મીરમાં દોઢસો આતંકીયો, જમ્મીમાં ૧૦૦ થી ૧૨૫ આતંકીયો ધુષણખોરીની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાન કોઇપણ સંજોગો કાશ્મીર ઉકળતું રહે તેવી પૈરવીમાં સતત રહે છે. પરંતુ ભારતની સેના અને સુરક્ષા વ્યવસ્થા દ્વારા દર વખતે દેશવિરોધી તત્વોની મુરાદ નાકામ બનાવે છે. એલઓજી અને કાશ્મીર પર સતત આતંકના ઓછાયા સાથે પાકિસ્તાન યુઘ્ધનું વાતાવરણ ઉભુ કરવા મથી રહ્યું છે.લેફટર્ન જનરલ બી.એસ. રાજુએ જણાવ્યું હતું કે દેશવિરોધી તત્વોના આ મનસુબા નાકામ કરવા માટે સુરક્ષા દળોને અને સ્થાનીક તંત્રને સફળતા પૂર્વક આતંક વિરોધી અભિયાનમાં સાથે રાખીને છેલ્લા ર૪ કલાકમાં સુરક્ષા તંત્રને કોઇપણ નુકશાન વગર મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીર ના રર ઉગ્રવાદીઓ સહિત સુરક્ષા જવાનોને હાથે છ કમાન્ડરોને એક જ અઠવાડીયાના ટુંકાગાળામાં ખાત્મો કરી દેવામાં આવ્યો છે.