સરકારે નાના ઉદ્યોગો માટે ક્લસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામને મંજૂરી આપી અને નવી ગાઇડલાઇન પણ જાહેર

અર્થ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેતું હોય છે ત્યારે ઉદ્યોગોને બેઠો કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસ લગતી યોજનાઓ ની અમલવારી પણ કરવામાં આવતી હોય છે આ માટે સરકારે નાના ઉદ્યોગને ક્લસ્ટરમાં રૂપાંતરિત કરવા માટે નવી ગાઇડલાઇન ની અમલવારી શરૂ કરી છે અને પાંચ વરસ નો પ્રોગ્રામ નો પણ નિર્ધારિત કર્યો છે જે વર્ષ 2021 થી 26 સુધીનો રહેશે. કારને ખ્યાલ છે કે અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે નાના અને લઘુ ઉદ્યોગોને વિકસિત કરવા ખૂબ જ જરૂરી છે અને તેમનામાં જે ઉત્પાદન શક્તિ હોવી જોઈએ તેમાં પણ સતત વધારો થાય તો દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસિત થઇ શકશે જેના કારણે સરકાર દ્વારા આ ઉદ્યોગને ક્લસ્ટરમાં ફેરવવા માટે મંજૂરી આપી છે.

બીજી તરફ સરકાર ઉદ્યોગ ક્ષેત્રે પણ સતત પ્રગતિ કરી રહ્યું છે અને વિશ્વમાં પોતાનો માલ વેચી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતની જે શાક ઊભી થઈ છે તેની પાછળનો મુખ્ય કારણ એ છે કે વ્યાપાર ક્ષેત્રે ભારતની વિશ્વસનીયતા ખૂબ જ વધી છે અને આ મુદ્દાને ધ્યાને લઈને ભારતે ચાઇના ને પછાડી અમેરિકા માં વર્ષ 2022માં કુલ 119 બિલિયન ડોલરનો વ્યાપાર કર્યો છે. વ્યાપાર ક્ષેત્રે જોડાયેલા તજજ્ઞોનું માનવું છે કે હાલ ભારત અને અમેરિકા વચ્ચે જે ગાઢ સંબંધો દ્વિપક્ષીય રીતે મજબૂત બની રહ્યા છે તેનો ફાયદો આવનારા સમયમાં ભારતને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે અને સરકાર ઈન્ડો પેસિફિક ઇકોનોમિક્સ ફ્રેમ વર્ક મુદ્દે પણ અમેરિકા સાથે ભાગીદારી કરી ભારતના વિકાસને વધુ આગળ ધપાવવામાં ખૂબ જ કારગત નિવડશે.

હાલ ભારત અમેરિકામાં ડાયમંડ, ફાર્મસીની ચીજવસ્તુઓ શહીત મેકઅપની વસ્તુઓની નિકાસ કરી રહ્યું છે. આવનારા સમયમાં પણ યથાવત રીતે જોવા મળશે અને વધુ ચીજ વસ્તુઓનો નિકાસ પણ શક્ય બનશે. સાથોસાથ સરકારે નાના ઉદ્યોગો માટે જે નીતિ નિયમો બનાવ્યા છે તેનાથી નાના ઉદ્યોગોને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે અને નિકાસ ક્ષેત્રે તેમનું વર્ચસ્વ પણ વધશે. સરકારનું માનવું છે કે જ્યાં સુધી જે મોટા ઉદ્યોગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો વિકાસ થતો હોય તેવી રીતે નાના ઉદ્યોગોમાં પણ જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવે તો તેના ઘણા ફાયદા આવનારા સમયમાં લોકોને મળતા રહેશે અને દેશની અર્થવ્યવસ્થા પણ વિકસિત બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.