આજે ‘મધરાતે’ વિશ્વ આખુ ચમકશે!!!

ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં પહોંચનાર પ્રથમ દેશ બનશે ભારત!

ભારત દેશ વિશ્વભરમાં પોતાની આગવી છબી ઉભી કરવા માટે નજીક છે. કારણ કે, ચંદ્રયાન આજે મધરાત્રે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરશે અને અનેક એવા રહસ્યોને ઉજાગર કરશે જેને શોધવા માટે વિશ્વ આખુ મહેનત કરી રહ્યું હતું. પરંતુ તેમાં સહેજ પણ સફળતા મળી ન હતી. ચંદ્રયાન-૨ મિશન ભારત માટે સૌથી મહત્વપૂર્ણ મિશન માનથવામાં આવે છે. કારણ કે, આ મિશનમાં ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરણ કરવાનું છે જ્યાં ૧૪ દિવસ રાત અને ૧૪ દિવસ સૂર્ય પ્રકાશ રહેતો હોય છે. દક્ષિણ ધ્રુવ પર સુરજી છુપાયેલુ પાણી અને અનેકવિધ મિનરલ્સોના રહસ્યોને ઉજાગર કરવા માટે ઈસરો દ્વારા ચંદ્રયાન-૨ પ્રોજેકટને અમલી બનાવથવામાં આવ્યો છે ત્યારે આ પ્રોજેકટ પૂર્ણ થવામાં જ છે અને ગણતરીની કલાકોમાં જ ચંદ્રયાન ચંદ્રની દક્ષિણ ધ્રુવને સપાટી પર ઉતરણ કરશે. ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મધરાત્રીના ૧:૩૦ થી ૨:૩૦ વાગ્યા સુધીમાં યાન ચંદ્ર પર ઉતરણ કરશે.

ચંદ્રયાન જ્યારે ચંદ્રની સપાટી પર ઉતરશે તે પહેલા ચંદ્ર પર પહોંચતાના ૧૦૦ મીટર પૂર્વે ચંદ્રયાન તેની ઉતરણની જગ્યા નિર્ધારીત કરશે. હાલ સીસ્ટમ દ્વારા બે જગ્યાઓ નિર્ધારીત કરથવામાં આવી છે પરંતુ તે યાન દ્વારા ૧૦૦ મીટર ચંદ્રની સપાટી પહેલા નકકી કરાશે. ઉતરણ પહેલાની ૧૫ મિનિટ સૌથી મહત્વપૂર્ણ હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યાં છે. જેથી જ્યારે યાન ચંદ્રના સપાટી ૩૫ કિ.મી. દૂર હશે ત્યારે તેનું લેન્ડર વિક્રમ તેનું અંતિમ કામગીરી હાથ ધરશે. ચંદ્ર પર પહોંચતાની ૧૦ મીનીટ પહેલા તે ચંદ્રની સપાટીથી. ૭.૪ કિ.મી.ની દૂરી પર રહેશે. ૩૮ સેક્ધડ પૂર્વે યાન ચંદ્રની સપાટીથી ૫ કિ.મી.ની દૂરી પર રહેશે. જ્યારે ૮૯ સેક્ધડના સમય પર યાન ૪૦૦ મીટરની દૂરી પર રહેશે અને તે સમયે વિક્રમ ચંદ્રની સપાટી પરની તમામ માહિતીઓ એકત્રીત કરશે જ્યાં તે ઉતરણ કરવાનું હશે. ૧:૩૦ થી ૨:૩૦ના સમય દરમિયાન વિક્રમ ચંદ્રની ૧૦૦ મીટરની દૂરી પર રહી તેનું ઉતરણ કયાં સન પર કરશે તે નકકી કરશે અને ગણતરીની બાકી રહેતી ૧૩ સેક્ધડમાં ચંદ્ર પર ઉતરણ કરી અને નિર્ધારીત કરેલી કામગીરીને અંજામ આપવાનું શરૂ કરશે.  માનથવામાં આવી રહ્યું છે કે, આ મિશન પૂર્ણ થતાંની સાથે જ ભારત એકમાત્ર દેશ બનશે કે જે દક્ષિણ ધ્રુવ પર યાનને ઉતરણ કરાવી દટાયેલા રહસ્યોને ઉજાગર કરવા માટે મદદરૂપ સાબીત થશે.

ઈસરોના ચંદ્રયાન-૨ને ચંદ્ર પર ઉતરથવામાં હવે ૨૪ કલાકથી પણ ઓછો સમય બાકી છે. ચંદ્રયાન-૨ શુક્રવારે મધરાત્રે અને શનિવારે પરોઢિયે ૧:૪૫ કલાકે ચંદ્ર પર ઉતરાણ કરશે. ઈસરોના વિજ્ઞાનીઓએ આ મિશનને ૪૫ દિવસ પહેલાં લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-૨નું વિક્રમ લેન્ડર ચંદ્ર પર એ દક્ષિણ ધ્રૂવ પર ઉતરશે, જ્યાં અત્યાર સુધી ફક્ત ચીનનું જ યાન પહોંચી શક્યું છે. આ મિશનને પૂરું કરવા માટે ઈસરોના વિજ્ઞાનીઓ દસ વર્ષથી વ્યસ્ત છે. તેમણે પોતે જ લેન્ડર અને રોવર બનાવ્યા છે.

ચંદ્રયાન-૨ જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે ત્યારે ભારત એવું કરનાર પ્રથમ દેશ બની જશે. ચંદ્રના બીજા હિસ્સામાં યુએસ, રશિયા અને ચીનના યાન ઉતરી ચૂક્યા છે. ચંદ્ર પર પ્રથમવાર ભારતની હાજરીની ઐતિહાસિક પળ નિહાળવા નરેન્દ્ર મોદી અને શાળાના ૭૦ બાળકો બેંગ્લુરુના ઈસરો કેન્દ્રમાં હશે. ચંદ્રયાન ચંદ્રથી માત્ર ૩૫ કિ.મી. ઉપર ચક્કર મારી ચૂક્યું છે. ત્યાં ઉતરવાની જગ્યા તે પોતે પસંદ કરશે. આ દરમિયાન તે ઈસરોના નિર્દેશ નહીં લઈ શકે.

ચંદ્રયાનના લેન્ડીંગ પૂર્વે ઈસરોના વડા કે. શિવને જણાવતા કહ્યું હતું કે, લેન્ડિંગની પળ દિલના ધબકારા રોકનારી હશે કારણકે ઈસરોએ પહેલા આવું ક્યારેય કર્યું નથી. રાત્રે ૧.૪૦ વાગ્યે ચંદ્રયાન લગભગ ૯૦ ડિગ્રી પર ઉતરાણ શરૂ કરશે. લગભગ ૧:૫૫ વાગ્યે બે ક્રેટર વચ્ચે લેન્ડ કરશે. ત્યાર પછી બે કલાકે ૩:૫૫ વાગ્યે લેન્ડરનો રેમ્પ ખૂલશે. સવારે ૫:૫૫ વાગ્યે પ્રજ્ઞાન રોવર લેન્ડર વિક્રમમાંથી બહાર આવશે અને ચંદ્ર પર ઊતરશે તેની તસવીર ઈસરોને શનિવારે સવારે ૧૧:૦૦ વાગ્યે મળશે.

વિશ્વના ગણતરીના દેશો ચંદ્ર પર પહોંચી ઘણા રહસ્યો ઉજાગર કર્યા છે ત્યારે ભારત માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. જેના કારણે ભારત દેશે દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરવાનો નિર્ધાર કર્યો હતો. ચંદ્રયાન-૨નો હેતુ ચંદ્ર પર ખનીજ, પાણી, જીવનની શક્યતા વગેરે માહિતી ભેગી કરવાનો છે. આ શોધથી ભારત સાથે સમગ્ર દુનિયાને ફાયદો થશે. આ પરીક્ષણો અને અનુભવોના આધારે જ ૨૦૨૩-૨૪ના ભાવિ ચંદ્રયાન-૩ પ્રોજેક્ટમાં નવી ટેક્નોલોજીની દિશા-દશા નક્કી થશે. ચંદ્રયાન-૨નું લેન્ડર વિક્રમ જ્યાં ઉતરશે એ જગ્યાએ તે તપાસ કરશે કે ચંદ્ર પર ભૂકંપ આવે છે કે નહીં. ત્યાં થર્મલ અને ગુરુત્વાકર્ષણ કેટલું છે તે પણ ચકાસશે. રોવર ચંદ્રની સપાટીની રાસાયણિક તપાસ કરશે કે, ત્યાં તાપમાન અને વાતાવરણમાં ભેજ છે કે નહીં.

૨૦૦૭માં રશિયન અંતરિક્ષ એજન્સી રોસકોસમોસે કહ્યું કે, અમે આ પ્રોજેક્ટમાં સાથે કામ કરીશું અને ઈસરોને લેન્ડર પણ આપીશું. ત્યાર પછી ૨૦૦૯માં ચંદ્રયાન૨-૨ની ડિઝાઈન તૈયાર કરાઈ. જાન્યુઆરી ૨૦૧૩માં લોન્ચિંગ નક્કી હતું, પરંતુ રોસકોસમોસ લેન્ડર આપી શક્યું નહીં. પછી ઈસરોએ જાતે જ લેન્ડર બનાવ્યું. સાો સા સોફટ લેન્ડીંગ માટે અમેરિકા, રશિયા, ચીન સફળ થયા છે. જ્યારે  ઈસરોના ચંદ્રયાન-૨ મિશનને પગલે અંતરિક્ષ વિજ્ઞાન દુનિયામાં ભારતનું કદ વધશે. કરાણ કે, અત્યાર સુધી ફક્ત ત્રણ જ દેશ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવી શક્યા છે. આ દેશ છે, રશિયા, અમેરિકા અને ચીન. પહેલાં ભારત, જાપાન અને યુરોપિયન યુનિયને ચંદ્ર પર મિશન મોકલ્યાં છે, પરંતુ સોફ્ટ લેન્ડિંગ કરાવી શક્યા નથી.

ભારતે ૧૦ વર્ષમાં એક પછી એક સૌથી ઓછા ખર્ચમાં ૨૦થી વધુ સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા છે. તેનો ખર્ચ દુનિયાના અન્ય દેશનાં મિશનોના ખર્ચની તુલનામાં અડધાથી પણ ઓછો છે. આ સફળતા ઈસરોએ દેશના યુવા ટેલેન્ટ પર વિશ્વાસ અને વિદેશથી વિજ્ઞાનીઓ બોલાવવાનું બંધ કરીને હાંસલ કરી છે. આ ઉપરાંત ઈસરોએ આ તમામ મિશનો ઓછા સમયમાં પૂરા કર્યા છે.

ચંદ્રયાન-૨ યોજના પર રૂ. ૯૭૮ કરોડ ખર્ચ થયા છે. આ આંકડો હાલની હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ- એન્ડગેમના બજેટ કરતાં પણ ઓછો છે. ફિલ્મ બનાવવા રૂ. ૨,૫૬૦ કરોડનો ખર્ચ થયો છે.

ભારત સૌપ્રમ વખત સફળતા પ્રાપ્ત કરી છે અને ૫મો દેશ બન્યો છે. ભારતનું ચંદ્રયાન-૧ (૧૩૮૦ કિલો) ૨૦૦૮ની ૨૨ ઓક્ટોબરે પીએસએલવી સી-૧૧ રોકેટ દ્વારા શ્રીહરિકોટાથી મોકલાયું. તેમાં કુલ ૧૧ ઉપકરણ હતાં. તેનો સમયગાળો ૨ વર્ષનો હતો પણ તે માત્ર ૧૦ મહિના ૬ દિવસ જ સક્રિય રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.