કે.એલ રાહુલ અને વિરાટની વાપસી થતા રિષભ પંત, સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિક વચ્ચે મિડલ ઓર્ડરને લઈ અસમંજસ
એશિયા કપ અને ટી 20 વિશ્વ કપ માટે ભારત તેની ટીમ વધુ મજબૂત બનાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે રોહિત શર્માએ પણ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતની બેંચ સ્ટ્રેંથ ખૂબ જ મજબૂત છે અને હજુ પણ તેને મજબૂત કરવામાં આવશે. વિશ્વ કપમાં રાહુલ અને વિરાટ કોહલીની વાપસી થતા રિષભ પંથ સૂર્યકૂમાર યાદવ અને દિનેશ કાર્તિક આ ત્રણ ખેલાડીઓ વચ્ચે મિડલ ઓર્ડરને લઈ જંગ ખેલાશે અને અસમનજસની સ્થિતિ એ પણ છે કે આ ત્રણ ખેલાડીઓ પૈકી કયા ખેલાડીને બહાર બેસવું પડશે.
ભારતીય સિલેક્શન કમિટી માટે મિડલ ઓર્ડરને લઈ નિર્ણય લેવો ખૂબ જ કપરો છે કારણ કે ત્રણેય ખેલાડી િ2ં0 ફોરમેટ માં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂક્યા છે. ઝ20 વિશ્વ કપમાં જો રોહિત શર્મા સાથે રાહુલ ઓપનિંગ કરે અને ત્રીજા સ્થાન ઉપર વિરાટ કોહલી બેટિંગ કરવા આવે ત્યારે મેડલ ઓર્ડરમાં કોને સ્થાન આપવું તેને લઈ ભારતીય સિલેક્શન કમિટી માટે માથાના દુખાવા ઉભો થયો છે.
ઓસ્ટ્રેલિયામાં ટી ટ્વેન્ટી વિશ્વ કપ રમાશે ત્યારે તેને ધ્યાને લઇ ભારતીય ટીમમાં ખેલાડીઓના ચયનને લઈ ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે કારણ કે ઓસ્ટ્રેલિયાની વિકેટ ઉપર ભારત પોતાના ચાર સ્પેશિયાલિસ્ટ બોલેરો સાથે ઉતરશે જેથી જે કાંઈ બદલાવ લાવવામાં આવશે તેના ઉપર મીટ હશે કારણ કે ભારત પાંચ સ્પેશિયલાઇટ બેટમેનોને મેદાને ઉતારશે જેમાં ત્રણ એટલે કે રોહિત શર્મા, કે એલ રાહુલ, વિરાટ કોહલી અથવા શિખર ધવન હોઈ શકે છે,ત્યારે મિડલ ઓર્ડરમાં કોણ હશે તે સૌથી મોટો પ્રશ્ન છે. વિરાટ કોહલીએ પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવું ખૂબ જ જરૂરી છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમના હેડકોચ તરીકે લક્ષ્મણને જવાબદારી સોંપાય
ભારત ઝિમ્બાબ્વે પ્રવાસ પર ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે જેમાં કે એલ રાવલની નેતૃત્વ વાળી યુવા બ્રિગેડના હેડ કોચ તરીકે બીસીસીઆઈએ વી.વી.એસ લક્ષ્મણને જવાબદારી સોંપી છે. ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે કે રાહુલ અને દિપક હુડા એશિયા કપની ટીમ્સ કોડમાં હોવાથી તેઓ ઝિમ્બાબ્વે પ્રવાસથી સીધા ટીમ સાથે જોડાશે.