વૈશ્વિક કૃષિ પેદાશોમાં ગુણવત્તાને પ્રાધાન્ય અપાતુ હોવાથી કેમીકલ, જંતુનાશકોના ઉપયોગ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોને જાગૃત કરવા આગળ આવે તે માટે તૈયારીઓ
ભારત સદીઓથી કૃષિ આધારિત દેશ કહેવાતો આવ્યો છે. દેશના મોટાભાગના વેપાર-ધંધા કૃષિને સંલગ્ન છે. દેશના અર્થતંત્રમાં ૬૫ ટકા જેટલો તોતીંગ હિસ્સો કૃષિ અથવા તેના આધારિત છે. જેથી કૃષિના વિકાસમાં સરકારે ખાસ ધ્યાન આપ્યું છે. હવે ખેત આધારિત નિકાસને વેગવાન બનાવવા માટે સરકાર એડીચોટીનું જોર લગાવશે જેથી ખેત આધારિત નિકાસ ક્ષેત્રે દેશ વિશ્ર્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન પામી શકે. ખેત આધારિત પેદાશોની નિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખી રૂા.૫ લાખ કરોડની આવક સરળતાથી થઈ શકે છે.
સરકારે ખેતી ક્ષેત્રની ઉન્નતિ માટે એપીએમસી હટાવવા, જરૂરી કોમોડીટી એકટમાં સુધારો કરવા સહિતના મહત્વના ફેરફારો કર્યા હતા. સ્થાનિક ક્ષેત્રએ તો કૃષિને બુસ્ટ આપવામાં આવશે. જેની સાથો સાથ ખેત પેદાશોની નિકાસમાં યુરોપીયન યુનિયન, અમેરિકા, બ્રાઝીલ, ચીન, કેનેડા, ઈન્ડોનેશીયા અને થાઈલેન્ડની જેમ ભારત પણ હરોળનું સ્થાન હાંસલ કરશે. જેની માટે ૭૧૫ કૃષિ વિજ્ઞાન કેન્દ્રને નિકાસ ક્ષેત્રે સક્ષમ બનાવાશે. ક્યાં જંતુનાશકો વાપરવા, બિયારણ કયુ ઉપયોગમાં લઈ શકાય જેનાથી વૈશ્ર્વિક ગુણવત્તા મળે તેવી સલાહ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.
વૈશ્વિક બજારમાં કોન્ટેટીના સ્થાને ક્વોલીટી વધુ મહત્વ રાખે છે. ખેદ પેદાશનો કલર કેવો હોવો જોઈએ, તેનો આકાર કેવો છે અને કેમીકલનો ઉપયોગ થયો છે કે કેમ તેનું વિકસીત દેશો ખુબ ધ્યાન રાખે છે. એકંદરે એવું કહી શકાય કે, ખેડૂતોને ફરીથી ઓર્ગેનિક ખેતી તરફ વળવું ફળશે. જેમ બને તેમ કેમિકલનો ઉપયોગ ઓછો થાય તે જરૂરી છે.
અહીં એક વાત નોંધનીય છે કે, ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં ભારત વિશ્વના ટોચના દેશોમાં બીજા ક્રમે છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો ફાળો ૧.૮ ટકાનો છે. પપૈયા, લીંબુ સહિતના ઉત્પાદનોમાં ભારત હરોળનો ક્રમ ધરાવે છે. પપૈયાની ડિમાન્ડ ધરાવે છે. અલબત દેશમાં અત્યારે ઈન્ફાસ્ટ્રકચરની ઉણપ હોવાના કારણે મસમોટો હિસ્સો નાશપ્રાય બને છે. એક અભ્યાસ મુજબ દેશમાં ૩૫ ટકા ખેત પેદાશો ઈન્ફાસ્ટ્રકચરના અભાવે નાશ પામે છે. સરકારે નિકાસ સેકટર માટે પગલા લેતા પૂર્વે આ વાતને પણ ધ્યાને રાખવી જરૂરી છે. કેપ્સીકમ મરચા, એરંડાનું તેલ, તમાકુ અને ગળ્યા બિસ્કીટની નિકાસમાં ધીમીગતિએ વિકાસ થયો છે. બાસમતી ચોખા, માંસ અને મરીન પ્રોડકટ અત્યાર સુધી નિકાસમાં મોટો ફાળો આપતી હતી પરંતુ ધીમે-ધીમે સ્થિતિ બદલાઈ છે. કેન્દ્ર સરકારે ખેતી માટે એપીએમસી નાબૂદ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેનાથી ખેડૂતોની આવક તો વધશે જ આ ઉપરાંત દેશ માટે મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે. અત્યાર સુધી એવુ બનતું આવ્યું છે દેશમાં કૃષિ પેદાશોનો બગાડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછુ હોવાના કારણે થતો હતો. હવે સ્થિતિ બદલાશે. વૈશ્ર્વિક બજારમાં કોન્ટેટીના સ્થાને ક્વોલીટી વધુ મહત્વ રાખે છે. ખેદ પેદાશનો કલર કેવો હોવો જોઈએ, તેનો આકાર કેવો છે અને કેમીકલનો ઉપયોગ થયો છે કે કેમ તેનું વિકસીત દેશો ખુબ ધ્યાન રાખે છે. એકંદરે એવું કહી શકાય કે, ખેડૂતોને ફરીથી ઓર્ગેનિક ખેતી તરફ વળવું ફળશે. જેમ બને તેમ કેમિકલનો ઉપયોગ ઓછો થાય તે જરૂરી છે.
સબસિડી નહીં સક્ષમતાથી ભારત વિકાસના લક્ષ્યાંકો પાર પાડશે
નિકાસ માટે પ્રોત્સાહન આપતી યોજનાઓને આગામી ૩૧ ડિસેમ્બરથી બંધ કરી દેવામાં આવશે. નિકાસને પ્રોત્સાહન આપવા લાગુ કરેલી આ યોજનાના કારણે નિકાસનો અત્યાર સુધી કઈ ફાયદો થયો નથી. ઉલ્ટાનું નિકાસ ક્ષેત્ર હવે પ્રોત્સાહન યોજનાઓ ઉપર જ આધારિત થઈ જાય તેવી ભીતિ છે. માટે સબસીડીથી નહીં પરંતુ સક્ષમતાથી ભારત નિકાસના લક્ષ્યાંકો પાર પાડે તે માટે એમઈઆઈએસને જાકારો આપવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી દેશમાં ૨૨,૫૦૦ કરોડ જેટલો જ નિકાસનો ફાળો રહ્યો છે. બીજી તરફ પ્રોત્સાહન આપવામાં સરકારના ૨૦,૦૦૦ કરોડ જેટલું ભંડોળ ખર્ચાઈ જાય છે. ટેકસ પ્રોત્સાહનો પણ સરકાર આપે છે. માટે સરકારે સક્ષમતા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું છે. ભારતમાં દાયકાઓથી આરંક્ષણની જેમ અનેક પ્રોત્સાહનો મળતા આવ્યા છે. જેમ આરંક્ષણના કારણે ધાર્યા મુજબ સમાજ વિકસીત થઈ શકયો નથી તેમ નિકાસમાં સબસીડીના કારણે સક્ષમ બની શકાયું નથી.
વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતની તકરારથી લાભનો કોળીયો ચીનના મોઢામાં?
વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારત સામે ઈમ્પોર્ટ ડ્યુટી મામલે બે પેનલ ઉભી કરવામાં આવી છે. જાપાન અને તાઈવાન દ્વારા ઈમ્પોર્ટ ડયુટી મુદ્દે ભારતને વિશ્વ વ્યાપાર સંગઠનમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતે ઈમ્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં ઈમ્પોર્ટ ડયુટી વધારી છે. ખાસ કરીને મોબાઈલ ફોન ક્ષેત્રને તેના માઠા પરિણામ ભોગવવા પડશે. આ ફરિયાદના કારણે વિશ્વ વ્યાપાર સંગઠનમાં પેનલનું ગઠન કરવામાં આવ્યું હતું. અહીં એ વાત નોંધનીય છે કે, જો ભારત સામે આ બન્ને દેશોની જીત થાય તો તેના લાભનો કોળીયો સીધો ચીનના મોઢામાં આવી જાય. અગાઉ યુરોપીયન યુનિયન મુદ્દે પણ વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતને તકરાર થઈ ચૂકી છે. ભારત પોતાના નિર્ણયથી પીછે હટવા તૈયાર નથી. નિયમોના કારણે ઈલેકટ્રોનિકસ, ટેલીકોમના સંશાધનો, કોમ્પ્યુટર હાર્ડવેર સહિતનું ચીનથી ઓછુ આયાત થાય છે જેથી ચીનના પેટમાં તેલ રેડાય છે.