૨૦૩૨માં ભારત વિશ્ર્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થર્તત્ર બની રહેશે: વર્લ્ડ બેંકે બહાર પાડયા નવા આંકડા
ફ્રાન્સને સાતમા ક્રમે ધકેલી ભારત વિશ્ર્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બની ગયું હોવાનુ વિશ્ર્વ બેંક દ્વારા કરાયેલા આંકડામાં જણાવાયું છે. ગયા વર્ષે ભારતીય ર્અતંત્રનું મુલ્ય ૨.૫૯૭૮ ટ્રીલીયન ડોલર હતું જે ફ્રાન્સના ૨.૫૮૨ ટ્રીલીયન ડોલરના ર્અતંત્ર કરતા વધારે હતું.
નોટબંધીની અસર અને જીએસટીના અમલીકરણના કારણે થોડા સમય માટે દેશના અર્થતંત્રના વિકાસને બ્રેક લાગવાી જીડીપી અને મેન્યુફેકચરીંગમાં ગાબડુ જોવા મળ્યું હતું. છેલ્લા દાયકામાં ભાજપનો જીડીપી વધીને બમણો થયો છે અને આગામી વર્ષમાં પણ જીડીપી વધવાની ધારણા છે. જેની સામે ચીનનો જીડીપી ઘટશે તેવું માનવામાં આવે છે. ૨૦૧૭ના આંકડા પ્રમાણે અમેરિકા વિશ્ર્વસનું સૌથી મોટુ અર્થતંત્ર છે. ત્યારબાદ ચીન, જાપાન, જર્મની, બ્રિટન, ભારત અને ફ્રાન્સનો ક્રમ આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ૧૦ વર્ષ પહેલા ભારતનો જીડીપી ફ્રાન્સ કરતા માત્ર અડધો હતો. ૧૦ વર્ષના ગાળામાં ભારતના અર્થતંત્રએ હરણફાળ ભરી છે. અલબત માાદીઠ આવકમાં ભારત કરતા ફ્રાન્સ ૨૦ ગણુ વધુ આગળ છે. આઈએમએફએ મુકેલા અંદાજ મુજબ ચાલુ વર્ષમાં ભારતનો જીડીપી ૭.૪ ટકા અને ૨૦૧૯માં ૭.૮ ટકા રહેવાનો અંદાજ છે.
બીજી તરફ આ જ સમયગાળામાં વિશ્ર્વસનો સરેરાશ આર્થિક વિકાસ દર ૩.૯ ટકા રહેવાની અપેક્ષા સેવવામાં આવે છે. ૨૦૧૮માં જીડીપીના સંદર્ભમાં ભારત માટે બ્રિટન કરતા પણ આગળ નીકળી જવાની તક છે. ૨૦૩૨ સુધીમાં ભારત વિશ્ર્વનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર બની રહેશે. જીડીપીની સરખામણીએ ભારત માાદીઠ આવકમાં અન્ય દેશો કરતા ખૂબજ પછાત છે. અમેરિકાની માાદીઠ આવક ૫૯,૫૩૨ ડોલર છે. જયારે ચીનની માાદીઠ આવક ૮૮૨૭ ડોલર છે. આવી રીતે ભારતની માાદીઠ આવક માત્ર ૧૯૪૦ ડોલર જ છે જે આર્થિક વિકાસના પાયાને નબળો કરે છે. અલબત છેલ્લા ઘણા સમયી આર્થિક વિકાસની સાથે માાદીઠ આવક પણ વધતી જાય છે.