ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવા અનિશ્ચિત સમય માટે કરી સ્થગિત

viza

ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે. દરમિયાન, નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે.

ભારત-કેનેડા સંબંધોઃ

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખોટા આરોપો લગાવ્યા છે, પરંતુ હવે તેઓ જવાબ આપવા અસમર્થ છે. ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.

જવાબ આપવાથી કેમ ભાગે છે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો?

ખરેખર, ટ્રુડો ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલય પહોંચ્યા હતા. તે અહીં બે અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેવા આવ્યો હતો. આ દરમિયાન ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક પત્રકારે ટ્રુડોને તેમના ખોટા આરોપો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. જોકે, ટ્રુડો પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યા વિના આગળ વધી ગયા હતા. જ્યારે ટ્રુડોને ફરીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે પણ તેઓ તેને ટાળતા જણાતા હતા. તમને જણાવી દઈએ કે ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા છે.

ભારતે કેનેડામાં સ્થિત ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી

ટ્રુડોના આરોપો બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેથી ભારતે બુધવારે કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ, રાજકીય રીતે પ્રેરિત નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને કારણે ત્યાં રહેતા અથવા ત્યાં જવાની યોજના બનાવી રહેલા તમામ ભારતીયોએ અત્યંત સાવધાની રાખવી જોઈએ. આના એક દિવસ પહેલા કેનેડાએ પણ ભારત જનારા તેના નાગરિકોને સાવચેત રહેવા માટે સલાહ આપી હતી.

કેનેડાની અવળચંડાઈનો જવાબ આપતું ભારત

આ પહેલા ભારત સરકારે સંસદમાં ભારતીય એજન્સીઓ પર કેનેડિયન પીએમ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને વાહિયાત ગણાવ્યા છે. ભારતે નવી દિલ્હીમાં હાઈ કમિશનમાંથી એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા. ભારતની કાર્યવાહી પહેલા કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.

આ ઉપરાંત વિવાદ વધુ વનસતા ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે. દરમિયાન, નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.