વહાણમાંથી છોડાયેલી ‘ધનુષ’ દરિયાઈ તેમજ જમીનમાર્ગે ટાર્ગેટ વિંધવામાં નિપૂર્ણ
બાલાસારમાં ભારતે ન્યુકિલયર ક્ષમતા ધરાવતી ‘ધનુષ’ બ્લાસ્ટીક મિસાઈલ સફળ પરિક્ષણ કર્યું છે. જે ૩૫૦ કિ.મી.ના ટાર્ગેટને નવલશીપ પરથી આંબી શકે છે. ડિફેન્સ ઓફિસરે જણાવ્યું હતું કે, આ પૂર્વ નવલે ‘પૃથ્વી’ મિસાઈલ બનાવી હતી. જેનું પરિક્ષણ બે ઓફ બંગાલના પરાદિપ નજીકના વહાણમાંથી કરવામાં આવ્યું હતું.
ધનુષ મિસાઈલ ૫૦૦ કિ.ગ્રા. લોડની ક્ષમતા ધરાવે છે અને દરીયા તેમજ જમીન પર ટાર્ગેટને પણ વિંધી શકે છે. સુત્રોના આધારે આ પરિક્ષણ એસએફસી દ્વારા કરવામાં આવ્યું હતું. જે ભારતીય નૌકાદળની ટ્રેનિંગનો એક હિસ્સો હતો. આ ટેસ્ટ લોંચને સંપૂર્ણપણે સફળતા મળી છે. એક ટ્રાયલથી આ મિશનને વેગ મળ્યો છે. ‘ધનુષ’ મિસાઈલ દુશ્મનો સામે લડવામાં સચોટ અને પુરવાર સાબિત થઈ છે.
જેનું ફલાઈટ પરિક્ષણ ડીઆરડીઓ સિસ્ટમ મોનીટર કરવામાં આવ્યું હતું. ધનુષ, ઓડિસાના બંદરોના રડારની પણ સુવિધા ધરાવે છે. જો આ પ્રકારે ડિફેન્સ સર્વિસ સેનામાં છે જ પણ ધનુષ એડવાન્સ ટેકનીકથી બનાવવામાં આવ્યું છે. ભારત ડિજીટલ, ટેકનોલોજી, ભ્રષ્ટાચાર રહિત અને સશકત દેશ તરફ આગળ વિકસી રહ્યું છે.