રાજકોટમાં આવતા સપ્તાહથી ક્રિકેટ ફીવર!!!
કાલથી બુક માઇ શો દ્વારા ટિકિટ વેચાણ શરૂ થશે: ભારતીય ટીમ હોટલ સૈયાજીમાં જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ફોર્ચ્યુન હોટલમાં ઉતરશે
આગામી સપ્તાહે એટલે તારીખ 17 જૂનના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 મેચ યોજાઇ રહ્યો છે. અત્યારથી જ રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટ્વેન્ટી સિરીઝ નો ચોથો મેચ રાજકોટ ખાતે રમવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખાતે છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ 17 જાન્યુઆરી 2020 ના રોજ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો જે વનડે મેચ હતો. એટલું જ નહીં દક્ષિણ આફ્રિકા પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ પર 18 ઓક્ટોબર 2015ના વનડે મેચ રમ્યું હતું. અરે સાત વર્ષ બાદ ફરી દક્ષિણ આફ્રિકાની ટીમ રાજકોટ ખાતે ટી ટ્વેન્ટી મેચ રમવા આવી રહી છે.
બીજી સૌથી મોટી વાત એ છે કે આ ટ્વેન્ટી20 મેચમાં ક્રિકેટ રસિકોને એન્ટ્રી આપવામાં આવશે અને ક્રિકેટ પ્રેમીઓ ભારત-આફ્રિકા વચ્ચેના રોમાંચક મેચ ના સાક્ષી પણ બનશે. ટી ટ્વેન્ટી મેચ હોવાથી હાલ ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 17 મી જુનના રોજ 7:00 બન્ને ટીમો વચ્ચે મેચ રમાશે તેને લઇ અત્યાર થી જ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ આજુબાજુ ના શહેરો માથી પણ ક્રિકેટ પ્રેમીઓ ભારત-આફ્રિકા વચ્ચે નો મેચ નિહાળવા માટે થનગની રહ્યા છે. કોરોના ના કપરા સમય બાદ ત્યારે ફરી વખત આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહ્યો છે તેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના સત્તાધીશો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણકે આખરે અઢી વર્ષ જેટલા સમય બાદ ફરી રાજકોટને આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી20 મેચ મળ્યો છે. બીજી તરફ બંને ટીમો 15 જૂન ના રોજ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા રાજકોટ ખાતે આવી પહોંચ્યા અને તેઓ ચાર દિવસ રાજકોટના મહેમાન બનશે. આ સમયગાળા દરમિયાન રંગીલા રાજકોટની તમામ લીજ્જતદાર વાનગીઓનો ટેસ્ટ પણ તેઓને કરાવવામાં આવશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય ટીમ સયાજી હોટેલ ખાતે જ્યારે આફ્રિકાની ટીમ ફોચ્ર્યુન હોટેલ ખાતે ઉતરશે.
એટલું જ નહીં ક્રિકેટ પ્રેમી માટે સારા સમાચાર એ છે કે આવતી કાલથી ઓનલાઇન બુકમાઈશો પરથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં ટિકિટ આ અંગે ની લીંક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ની વેબસાઈટ ઉપર પણ મુકવામાં આવશે ધ્યાનથી ક્રિકેટ રસિકો ટિકિટની ખરીદી કરી શકશે. બંને ટીમો નું આગમન છતાં રાજકોટ શહેરમાં આવતા સપ્તાહથી ક્રિકેટ ફીવર ચરમસીમાએ જોવા મળશે કારણ કે આફ્રિકા ની ટીમ વન-ડે બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે 20 મેચ રમવા આવી રહી છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ખાતે રમાનાર ટી20 મેચમાં રનનો વરસાદ થાય અને મેચ અત્યંત રોમાંચક બને તે મુદ્દાને ધ્યાને લઇ પીચ પણ એ રીતે જ બનાવવામાં આવશે કારણ કે રાજકોટની પીચ રનનો ઢગલો કરતી પીચ હોય છે જેને બેટિંગ પેરેડાઇઝ પણ કહેવામાં આવે છે. ભારતીય ટીમના ખ્યાતનામ ખેલાડીઓ ટી-20 માં ભાગ લઇ ક્રિકેટ પ્રેમીઓને મંત્રમુગ્ધ બનાવશે.