આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ગઈ કાલે ભારત સામે દક્ષિણ આફ્રિકાનો 8 વિકેટે પરાજય થયો હતો અને તે સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર ફેકાય ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાની ટીમે 44.3 ઓવરમાં 191 રન જ બનાવી શકી હતી તેના જવાબમાં ભારતે આ સ્કોર ફક્ત બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

ભારત તરફથી શિખર ધવને 78 તેમજ વિરાટ કોહલીએ અણનમ 76 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોકે સૌથી વધુ 53, ડુ પ્લેસિસે 36 અને હાશિમ અમલાએ 35 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બૂમરાહએ 2-2 જ્યારે હાર્દિક પંડ્યા, જાડેજા અને અશ્વિનને 1-1 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રીકી ટીમ ક્યારેય આઈસીસી મેજર ટુર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોચી નથી અને ગઈ કાલે ફરી એક વાર તેને ચોકર્સનું બિરુદ જાળવી રાખ્યું હતું. ભારત 15મી જૂને સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારત ચેમ્પિયન બનવા માટે  હવે બે કદમ જ દૂર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.